કોંગ્રેસમાં ટિકિટના ભાવ બોલાયાનો વધુ એક આરોપઃ કામીનીબા પછી આ નેતા પણ આવ્યા સામે

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં કોંગ્રેસે જ્યારથી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી જ કકળાટ ચાલુ થયો છે. જોકે આવો કકળાટ માત્ર કોંગ્રેસમાં જ નહીં, ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પણ થયો છે જેને કોઈ નકારી શકે તેમ નથી. કોંગ્રેસ સામે આ નારાજગીના માહોલ દરમિયાન ટિકિટની વહેંચણીને લઈને ઘણા આરોપો લાગ્યા છે. થોડા જ સમય પહેલા કોંગ્રેસની અમદાવાદ ઓફીસ પર કાર્યકરોનું ટોળું આવી પહોંચ્યું હતું. ટિકિટ મુદ્દે તેઓ પણ નારાજ હતા તેમણે કાળા રંગથી ઓફીસની દિવાલો પર ભરતસિંહ ચોર, 50 કરોડ વગેરે જેવા લખાણો લખ્યા હતા. આ પછી ગાંધીનગરની દહેગામ બેઠકના દાવેદાર કામીનીબા રાઠોડે આરોપ લગાવ્યો હતો કે લોભ લાલચમાં તો ટિકિટ નથી વહેંચીને. તેમનો એક કથિત ઓડિયો પણ સામે આવ્યો હતો જેમાં ટિકિટનો ભાવ 1 કરોડ બોલાતો હોવાના આરોપ હતા. હવે હાલોલ બેઠકના દાવેદાર પણ સામે આવ્યા છે જે કોંગ્રેસમાં ટિકિટનો ધંધો થતો હોવાના આરોપ લગાવી રહ્યા છે.

હાલોલના નેતાના કોંગ્રેસ પર આરોપો
કામીનીબા રાઠોડ જ્યારે નારાજ થયા ત્યારથી આ ટિકિટની વહેંચણીમાં કોંગ્રેસમાં રૂપિયા લેવાયા હોવાના આરોપો સામે આવ્યા હતા. આ દરમિયાનમાં હાલોલ વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરનારા ગુરુરાજ ચૌહાણે પણ ટિકિટ કપાઈ ત્યારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કોંગ્રેસ સામે આરોપ લગાવતા કહ્યું હતું કે, કરોડોમાં ટિકિટ સેટલમેન્ટ થાય છે તેવા આરોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કાર્યકરો, પછી કામીનીબા અને હવે ગુરુરાજના આ પ્રકારના આરોપોથી કોંગ્રેસમાં કકળાટ વધુ ગરમાવો પકડી લેનારો બની ગયો હતો.

સાબિત થશે તો કોંગ્રેસ એક્શન લેશે અને ફરિયાદ પણ કરશેઃ પ્રદેશ પ્રમુખ
આ મામલામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કહી ચુક્યા છે કે, ટિકિટ માગવાનો અધિકાર બધાને છે પણ ટિકિટ કપાય પછી કામીનીબાનું આ નિવેદન બનાવટી હોવાની શંકા ઉપજાવે છે. કોઈને પણ ટિકિટ વહેંચણીમાં શંકા હોય તો રઘુ શર્મા, અશોક ગેહલોત સહિતના કોંગ્રેસના મોવડી મંડળને રજૂઆત કરે. જો આરોપો જરા પણ સાબિત થતા હશે તો ગમે તેવું મોટું માથું હશે તેની સામે કોંગ્રેસ પગલા ફરી ફરિયાદ પણ કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT