CM ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતનું મંત્રીમંડળ રામના શરણે, આવતીકાલે અયોધ્યામાં રામલલ્લાના લેશે આશીર્વાદ

Gujarat Tak

ADVERTISEMENT

Gujarat cabinet go to Ayodhya
ચૂંટણી પહેલા ગુજરાતના મંત્રીઓ રામના શરણે
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાતના મંત્રીઓ આવતીકાલે જશે અયોધ્યા

point

રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના કરશે દર્શન

point

રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે

ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે, ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પુરુષાર્થથી અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે શનિવાર તા.2 માર્ચે અયોધ્યા જશે.

વિધાનસભાના અધ્યક્ષ પણ જશે અયોધ્યા

મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકો પણ જોડાવાના છે.

વધુ વાંચો....ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે સરકારનો મોટો નિર્ણય, રિડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત

ભક્તિપૂર્વક દર્શન કરશે 

મુખ્યમંત્રી અને મંત્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર  શનિવાર તા. 2 માર્ચના સવારે 11.00 કલાકે તેઓ અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ 11.30થી 12.00 કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે.

ADVERTISEMENT

વધુ વાંચો....Amit Shah Car Viral Video: અચાનક કેમ ચર્ચામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાર?, જાણો શું છે કારણ
 

સાંજે અમદાવાદ પરત ફરશે

મુખ્યમંત્રી અને મંત્રીઓ સરયુ નદી સમીપે ટેન્ટ સિટીની પણ મુલાકાત કરશે તથા મોડી સાંજે અમદાવાદ પરત આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT