Breaking: આણંદના ગોલ્ડ સિનેમા કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં લાગી આગ, લોકો જરાકમાં બચી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદઃ આણંદના ગોલ્ડ સિનેમા કોમ્પલેક્ષ ખાતેના બેઝમેન્ટમાં આજે શુક્રવારે આગ લાગી ગઈ હતી. અહીં અચાનક આગ લાગી જતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાક લોકો અહીં બેઝમેન્ટમાં હતા. જોકે ફાયર વિભાગને જાણ થતા તે તુરંત સ્થળ પર દોડી ગયું હતું. આ કોમ્પલેક્ષમાં ઘમી દુકાનો, હોટેલ અને ઓફિસીસ પણ આવેલી છે.

અદાણી શેરમાં તોફાની તેજી: 15400 કરોડનું રોકાણ કરનાર વ્યક્તિએ કહ્યું- અમારી વિચારસરણી હિંડનબર્ગથી અલગ છે!

ફાયર સેફ્ટીના સાધનો માત્ર નામના
આણંદના ગોલ્ડ સિનેમા કોમ્પલેક્ષ ખાતે શુક્રવારે સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. અહીં ચોંકાવનારી વિગતો એ પણ મળી રહી છે કે અહીં ફાયર સેફ્ટીના સાધનો તો હતા પરંતુ તે માત્ર નામના હતા. સાધનો યોગ્ય કામ કરી રહ્યા ન હતા. ઘટનાની જાણકારી મળતા તુરંત ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર વિભાગે તુરંત સ્થળ પર આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. આ પરિસરમાં ઘણી ઓફિસ, દુકાનો અને હોટેલ પણ આવેલા છે. લોકો અહીં હાજર હતા ત્યારે આ ઘટના બની હતી. લોકો આગ લાગતા ત્યાંથી દુર ભાગી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની ન થતા આખરે બધાએ હાંશકારો લીધો છે.ટ

ADVERTISEMENT

(ઈનપુટઃ હેતાલી શાહ, આણંદ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT