Gujarat Board Exam: આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓએ આ નંબર સેવ કરી લેવા જરૂરી
Gujarat Board Exam : ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આજે સવારે જ રાજ્યની વિવિધ શાળાઓ ખાતે પરીક્ષાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
શાળાઓ ખાતે પરીક્ષાર્થીઓનું કરાયું સ્વાગત
વિદ્યાર્થીઓ માટે જરૂરી હેલ્પલાઈન નંબરો
Gujarat Board Exam : ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આજે સવારે જ રાજ્યની વિવિધ શાળાઓ ખાતે પરીક્ષાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓ ખાતે આવકારવામાં આવ્યા હતા, શાળાની બહાર તેઓને કુમકુમ તિલક કરી તેઓનું મીઠું કરાવડાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓનું શાળા ખાતે કરવામાં આવ્યું સ્વાગત
વિદ્યાર્થીઓ પણ આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર ખાતે આવી ગયા હતા અને પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી હતી અને ત્યારબાદ પરીક્ષા આપવા માટે વર્ગ ખંડમાં ગયા હતા. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
વધુ વાંચો....Board Exam 2024: ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરી તો ગયા સમજો, અહીં જાણી લો શું થશે સજા
સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ''આજથી પ્રારંભ થઈ રહેલ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં બેસનાર સૌ વિદ્યાર્થીઓને સફળતાની હાર્દિક શુભકામનાઓ. આપ સૌ હકારાત્મક અભિગમ સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. માત્ર શાળાની જ નહીં, જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો એ જ અભ્યર્થના.''
ADVERTISEMENT
આજથી પ્રારંભ થઇ રહેલ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં બેસનાર સૌ વિદ્યાર્થીઓને સફળતાની હાર્દિક શુભકામનાઓ.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) March 11, 2024
આપ સૌ હકારાત્મક અભિગમ સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. માત્ર શાળાની જ નહીં, જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો એ જ અભ્યર્થના.
પોલીસ કરશે વિદ્યાર્થીઓની મદદ
આજેથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષા લઈને વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસકર્મીઓ પણ ખડેપગે તૈનાત છે. કેટલીક વખત ઘરેથી પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ ક્યાંક અટવાય જાય છે અથવા તો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે આવા વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસકર્મીઓ પણ આજથી સ્ટેન્ડ ટુ રહેશે. પોલીસની મદદ માંગો એટલે પોલીસ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરશે. આ માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
દિવાન બલ્લુભાઈ સ્કૂલ ખાતે ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે આવેલ એક વિદ્યાર્થીને ચાલતા ચાલતા પગના અંગુઠાના ભાગે ઇજા થયેલ હોય કાગડાપીઠ પોલીસ દ્વારા તેને પ્રાથમિક સારવાર આપી પરીક્ષા ખંડમાં સમયસર પહોંચાડેલ છે @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/UybSb48ZzO
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 11, 2024
વધુ વાંચો....ધો.10-12ની બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડનો શું છે એક્શન પ્લાન?,જાણો કેટલા વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ
આ નંબરો પરથી મદદ મેળવી શકે છે વિદ્યાર્થીઓ
- પરીક્ષાર્થી મદદ માટે 100 નંબર પર ફોન કરી શકે છે
- બોર્ડના હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર એક્સપર્ટ કાઉન્સિલર અને સાઇકોલોજિસ્ટ માર્ગદર્શન આપશે.
- વિદ્યાર્થીઓ જીવન આસ્થા હેલ્પલાઈન 1800-233-3330 પરથી પણ મદદ મેળવી શકે છે.
- સ્ટેટ કંટ્રોલ નંબર - 9909036768
ADVERTISEMENT
ધો.10 ના કુલ 9,11,687 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યભરમાં આજે ધો.10 ના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,11,687 પરીક્ષાર્થીઓ, જ્યારે ધો. 12માં 56 ઝોનમાં 653 કેન્દ્ર પર વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT