Gujarat વરસાદના વધુ એક રાઉન્ડ માટે રહો તૈયાર, હાડ થીજવતી ઠંડીથી ધ્રુજશે ગુજરાતીઓ
અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મિશ્ર ઋતુના કારણે બિમારીથી માંડ બેઠુ થયેલું ગુજરાત ફરી એકવાર ઠંડીનો આનંદ માણે તે…
ADVERTISEMENT
અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મિશ્ર ઋતુના કારણે બિમારીથી માંડ બેઠુ થયેલું ગુજરાત ફરી એકવાર ઠંડીનો આનંદ માણે તે પહેલા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઠંડીમાં પણ વધારાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મિશ્ર વાતાવરણના કારણે માંદગીના કેસમાં મોટો ઉછાળો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને દેશમાં વિવિધ ડિપ ડિપ્રેશન સર્જાવાને કારણે વાતાવરણ અકળ બન્યું છે. શિયાળામાં વરસાદ આવી રહ્યો છે. ક્યાંય કરા પણ પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વધારે એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં દરિયા કિનારાના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીમાં પણ 2થી4 ડિગ્રીનો વધારો થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તાપમાન અચાનક ગગડી જવાના કારણે ઠંડીનો પણ કડાકો બોલે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી
આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના અનુસાર આગામી 24 કલાકમાં દરિયા કિનારાના વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દરિયા કિનારાના જિલ્લા જેવા કે દ્વારકા,કચ્છ, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે વરસાદની કોઇ મોટી સિસ્ટમ એક્ટિવ નથી તેથી વરસાદ છુટોછવાયો અને ખુબ જ સામાન્ય હોઇ શકે છે. જો કે વાતાવરણમાં ધુમ્મસ વધશે.
ADVERTISEMENT
ADVERTISEMENT