ગુજરાતની સુરક્ષામાં મોટો ખેલઃ BSFનો કર્મચારીએ પાકિસ્તાની યુવતીને મિત્રતામાં આપી દીધા ગુપ્ત દસ્તાવેજો
અમદાવાદઃ ગુજરાત ATS દ્વારા કચ્છમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ATSની કાર્યવાહીમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ATSની સામે આવ્યું છે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત ATS દ્વારા કચ્છમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ATSની કાર્યવાહીમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ATSની સામે આવ્યું છે કે ભુજ ખાતે BSF હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી કરતા નિલેશ વાલજી બળીયા દ્વારા BSFની ગુપ્ત માહિતીઓ વ્હોટ્સએપના માધ્યમથી પાકિસ્તાનના એક એજન્ટને આપી દીધી છે. સંવેદનશીલ એવી આ માહિતીઓ ખુબ જ અગત્યની હતી જે તેણે એક અદીતી તિવારી નામની યુવતીને મોકલી હોવાનું સામે આવ્યું છે. ATSનું કહેવું છે કે નિલેશ હનીટ્રેપનો શિકાર થયો અને તેણે આ માહિતી અદીતી તિવારી બની વાત કરતા પાકિસ્તાનના એજન્ટ (મહિલા અથવા પુરુષ પણ હોઈ શકે) તેને મોકલી છે. જોકે આ બાબતમાં ATSની કાર્યવાહીમાં સમગ્ર બાબતો પર આગામી સમયમાં કાર્યવાહી દરમિયાન વિગતો સામે આવશે.
એવો તો કેવો મોહી ગયો?
હાલ ATSની કાર્યવાહી પ્રમાણે આ નિલેશ નામનો BSFનો કર્મચારી અદીતી તિવારી નામની યુવતીના મોહમાં તેને વ્હોટસએપ પર સંવેદનશીલ માહિતી આપી દીધી છે. જોકે અહીં પ્રશ્ન એ પણ છે કે અદીતી તિવારી નામની યુવતી પર યુવાનને એવો તો કેવો મોહ ચઢ્યો કે તેણે દેશની સંવેદનશીલ માહિતી તેણીને આપી દીધી. કારણ કે એટીએસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે નિલેશને એ વાત પણ ખબર હતી કે આ યુવતી પાકિસ્તાની એજન્ટ છે અને તેણીને આપણા દેશની કેટલીક સંવેદનશીલ માહિતીઓમાં રસ છે. છતા તેણે દેશની સુરક્ષાને કેમ એક તરફ મુકી અને પૈસા તથા રૂપના મોહમાં આટલું મોટું પગલું ભર્યું તેને લઈને પણ ચિંતાનો વિષય ઊભો થયો છે.
(પ્રતિકાત્મક તસવીર)
ADVERTISEMENT
પાકિસ્તાની હનીટ્રેપનો ટાર્ગેટ અધિકારીઓ જ નહીં પ્યૂન પણ
ATSના પીઆઈ ડી બી બસીયાને આ અંગે માહિતી મળી હતી. જે પ્રમાણે તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોરતા જ પોલીસની ટીમ સાથે જ ટેક્નીકલ કામ કરતી ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિલેશ બળિયાને પકડી પાડ્યો અને તેની પછુપરછ કરતા જાણકારી મળી કે, તે છેલ્લા પાંચ વર્ષથી BSF બટાલીયન 59ના હેડક્વાર્ટર ભુજમાં CPWDના ઈલેક્ટ્રીક વિભાગની ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે.
નડિયાદઃ CMને ભ્રષ્ટાચારની માહિતી આપે તે પહેલા જ વિપક્ષ પર પોલીસની કાર્યવાહી
કેવી રીતે ફસાયો અદીતીના મોહમાં?
ATS દ્વારા જ્યારે તેની પુછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે નિલેશે કહ્યું કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વ્હોટ્સએપ મારફતે અદીતી તિવારી નામની પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે વાતો વાતોમાં મિત્રતા થઈ અને પોતે BSFમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હોવાનું તેણે કહ્યું હતું. તેથી અદીતીએ નિલેશને કહ્યું કે તેની પાસે ભારતીય સીમા સુરક્ષા તેમજ BSFને લગતી સંવેદનશીલ માહિતી હોય, ગુપ્ત માહિતી હોય તો તે માહિતી વ્હોટ્સએપ પર મોકલી આપ અને આ કાગળો કામના હશે તો તેને સારા એવા નાણા અપાશે.
ADVERTISEMENT
(પ્રતિકાત્મક તસવીર)
ADVERTISEMENT
માત્ર રૂપના જ નહી નાણાની પણ લાલચ જાગી
આમ નિલેશને જ્યારે નાણાની લાલચ આપવામાં આવી તો નિલેશ નાણા લેવા માટે રાજી થઈ ગયો હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું હતું. ATSે વધુ પુછપરછ કરી ત્યારે નિલેશે કહ્યું કે, પૈસાની લાલચમાં આવી તેણે આ કામ કરવાની હા પાડી હતી. જે પછી નિલેશ દ્વારા જાન્યુઆરી 2023થી 28 જૂન સુધી BSFના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંદકામ અને નવા થનારા બાંધકામો અંગેની વિગતો, ગુપ્ત અને સંવેદનશીલ માહિતી તેણીને મોકલી આપી હતી. જેની સામે તે એજન્ટ દ્વારા ટુકડે ટુકડે ઓનલાઈ PayTM મારફતે જુદા એકાઉન્ટમાં 28800 મોકલ્યા હતા.
ATS દ્વારા સમગ્ર મામલાની ખરાઈ માટે નિલેશ બળિયાના ફોનની ફોરેન્સીક તપાસ કરવા ટેક્નીકલ એનાલિસીસ પણ કરવામાં આવ્યું હતું. જેમાંથી પાકિસ્તાની યુવતી સાથે વ્હોટ્સએપ ચેટ તેમજ કોલ અને મોકલેલી ગુપ્ત માહિતીઓના પુરાવા મળી આવ્યા હોવાનું ATSનું કહેવું છે. મામલામાં માહિતીની સામે થયેલા નાણાના ટ્રાન્ઝેક્શન્સની વિગતો પણ મળી આવી હતી. સમગ્ર પુરાવાઓ હાથે લાગ્યા પછી ATS દ્વારા નિલેશની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT