PM મોદી પર હુમલાનું ષડયંત્ર રચનારા PFIની તપાસનો રેલો ગુજરાત પહોંચ્યો, 15 લોકોની અટકાયત
નવી દિલ્હી: પોલ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ વધુ એક વાર મોટી એક્શન લેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા ગુજરાત સહિત 8 જેટલા રાજ્યોમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: પોલ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ વધુ એક વાર મોટી એક્શન લેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા ગુજરાત સહિત 8 જેટલા રાજ્યોમાં PFIના સ્થાનો પર દરોડા ચાલી રહ્યા છે. એક અઠવાડિયામાં બીજીવાર PFI વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ATS દ્વારા અલગ-અલગ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 150 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પટણામાં PMની રેલી ટાર્ગેટ પર હતી
PFI પર કાર્યવાહી બાદ ખુલાસો થય છે. સૂત્રો મુજબ અયોધ્યા અને કાશીમાં કોમી રમખાણ કરાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સતત છાપા પાડવામાં આવી રહ્યા છે. બે દિવસ અગાઉ જ ખુલાસો થયો હતો કે પટનામાં PM મોદીની રેલી PFIના ટાર્ગેટ પર હતી.
ગુજરાત ATSએ 15ની અટકાયત કરી
ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત, બનાસકાંઠામાંથી 15 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ગુજરાતમાં PFI સક્રિય નથી, પરંતુ તેની રાજકીય પાર્ટી SDPI છે. સૂત્રો મુજબ જે 15 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, તેમના કનેક્શન વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે છે. હાલમાં ગુજરાત ATS તેમની તપાસ કરી રહી છે. આ ઉપરાંત PFI મામલામાં યુપીના 86 વોટ્સએપ ગ્રુપના રડાર પર છે. 2 વર્ષમાં PFIના સદસ્યોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાંથી બે વ્યક્તિઓની અટકાયત
નવસારીના અબ્દુલ કાદિર સૈયદ નામના શખ્સની પૂછપરછ શરૂ થઈ. દક્ષિણ ગુજરાતમાંથી કુલ 2 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 1 સુરત અને 1 ઈસમ નવસારી જિલ્લાનો છે. ગુજરાત ATS બંને ઈસમોની હાલમાં પૂછપરછ કરી રહી છે. જોકે આ મુદ્દે નવસારી જિલ્લા પોલીસે હાલમાં નૌન સેવ્યું છે. અગાઉ પણ થોડા દિવસ પહેલા NIA એ ડાભેલમાં દરોડા પાડયા હતા.
PFI પર પ્રતિબંધ લગાવશે સરકાર?
સૂત્રો મુજબ, કેન્દ્ર સરકાર PFI પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. NIA અને EDના દરોડામાં મળેલા પૂરાવાઓના આધારે તેમના પર પ્રતિબંધ લગાવવાનો વિચાર થઈ રહ્યો છે. ગુપ્ત એજન્સીઓ પાસે PFIની ગતિવિધિઓની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ છે. 15 રાજ્યોમાં 106 જગ્યાઓ પર એજન્સીઓની રેડ અને પૂરાવાઓ મળ્યા બાદ ઘણા રાજ્યોની સરકારો પણ PFI પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી ચૂકી છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: રોનક જાની)
ADVERTISEMENT
ADVERTISEMENT