ગુજરાત વિધાનસભાનું આ તારીખથી બે દિવસનું શિયાળુ સત્ર મળશે, પ્રોટેમ સ્પીકર તરીકે બે નામ આગળ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા, આ સાથે જ મંત્રીમંડળના 16 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. આજથી જ તમામ મંત્રીઓએ પોત પોતાના વિભાગનું કામ શરૂ કરી દીધું છે. ત્યારે આગામી 23 અને 24 ડિસેમ્બરે વિધાનસભાનું શિયાળુ સત્ર મળી શકે છે. બે દિવસના આ શિયાળુ સત્ર પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે.

શિયાળુ સત્ર પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરાશે
પ્રાપ્ત વિગતો મુજબ, આગામી 18મી ડિસેમ્બર સુધીમાં વિધાનસભાના નવા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે વિધાનસભામાં સૌથી વધુ ઉંમર ધરાવતા ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવાનો નિયમ છે. તે અનુસાર પારડીના ધારાસભ્ય અને મંત્રી કનુ દેસાઈ અથવા તો વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલેને પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂંક કરવામાં આવી શકે છે. જોકે આ બંને નામોમાં પણ યોગેશ પટેલની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂંક થાય તેવી પ્રબળ સંભાવના છે.

કયા મંત્રીઓને કયું ખાતું સોંપાયું છે?

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલ
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત,માર્ગ અને મકાનઅને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ,નર્મદાઅને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો

કેબિનેટ 

ADVERTISEMENT

  • કનુભાઇ મોહનભાઇ દેસાઇ:  નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
  • ઋષિકેશભાઇ પટેલ :  આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
  •  રાઘવજીભાઇ પટેલ:  કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન ,મત્સ્યોદ્યોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,
  • બળવંતસિંહ રાજપુત:  ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ,કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
  • કુંવરજીભાઇ બાવળીયા:  જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
  • મુળુભાઇ બેરા:  પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
  • ડો. કુબેરભાઇ ડીંડોર:  આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
  • ભાનુબેન બાબરીયા: સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્યકક્ષા  

ADVERTISEMENT

  •  હર્ષ સંઘવી: રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ,વાહનવ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો),  ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
  • જગદીશ પંચાલ:  સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો),   લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
  • પરષોત્તમ સોલંકી:  મત્સ્યોદ્યોગ અને પશુપાલન
  • બચુભાઇ મગનભાઇ ખાબડ:  પંચાયત, કૃષિ
  • મુકેશભાઇ જે. પટેલ: વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિઅને પાણી પુરવઠા
  • પ્રફુલ્લભાઇ પાનસેરીયા: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
  • ભીખુસિંહ ચતુરસિંહ પરમાર: અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
  • કુંવરજીભાઇ હળપતી: આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

    follow whatsapp

    ADVERTISEMENT