ગુજરાત AAPના નેતાઓ દિલ્હી પહોંચ્યા, આગામી ચૂંટણીને લઈ ઘડી રણનીતિ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી હતી.પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી હતી.પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી આપી પરંતુ ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને 182 બેઠકો માંથી ફક્ત 5 બેઠકો પર જ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંસંગઠનમાં મહત્વના ફેરફાર કર્યા છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત ગુજરાત પ્રદેશની ટીમે બેઠક યોજી છે. જેમાં આગામી ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ આવનારી ચૂંટણી માટે અત્યારથી તૈયારી આરામબી દીધી છે. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને ફક્ત 5 બેઠક મળી હતી. ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને લોક સભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનમાં ફેરફાર કરી દીધો છે. હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ભવિષ્યની વ્યૂહરચના અને સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાતની ટીમ દિલ્હી પહોંચી છે.
આવનાર ચૂંટણીને લઈ બેઠક યોજવામાં આવી
આજે ગુજરાત આમ આદમી પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ઈસુદાન ગઢવી , નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર ના સહ પ્રભારી ગોપાલ ઇટાલીયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, સાઉથ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ ચૈતર વસાવા, સુરત ઝોન કાર્યકારી અઘ્યક્ષ અલ્પેશ કથરીયા, નોર્થ ગુજરાત ઝોન કાર્યકરી અઘ્યક્ષ ડોક્ટર રમેશ પટેલ, કચ્છ ઝોન સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાશદાન ગઢવી, સૌરાષ્ટ્ર ઝોન કાર્યકારી અઘ્યક્ષ જગમાલભાઇ વાલા અને સેન્ટ્રલ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ જ્વેલ વસરાએ આજે દિલ્હી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન આવનારી ચૂંટણી ને લઈ ને બેઠક કરવા મા આવી હતી. તથા તમામ નવ નિયુક્ત હોદેદારોને કેજરીવાલે શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: મૂળી તાલુકામાં આઠ ખેડુતો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર, જાણો શું છે મામલો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી
વીસાવદર સીટ પરથી ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટણી જીત્યા
ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી ચૂંટણી જીત્યા
જામજોધપુર બેઠક પરથી હેમંત આહીર ચૂંટણી જીત્યા
બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા ચૂંટણી જીત્યા
ડેડીયા પાડા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી જીત્યા
ADVERTISEMENT
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT