GTvsSRH: હેડ-ટુ-હેડ મેચ પહેલા જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ, મેચની આગાહી સહિત તમામ માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL 2023: આ સિઝનની 62મી લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ગુજરાત અત્યારે 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ છે જ્યારે હૈદરાબાદ 8 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 GTvsSRH વચ્ચે આજે મેચ છે. આ સિઝનની 62મી લીગ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત માટે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના દૃષ્ટિકોણથી આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને 8માં જીત મેળવી છે. 16 પોઈન્ટ સાથે ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો આ સીઝન તેમના માટે અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહી છે. 11 મેચ રમ્યા બાદ હૈદરાબાદે અત્યાર સુધી માત્ર 4માં જ જીત મેળવી છે અને જો તે વધુ એક મેચ હારી જશે તો તે પ્લેઓફમાં પહોંચવાની રેસમાંથી બહાર થઈ જશે. હૈદરાબાદને તેની છેલ્લી મેચમાં લખનૌ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી IPLમાં માત્ર બે વાર જ સામસામે આવી છે. બંને ટીમોએ 1-1 વખત મેચ જીતી છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો જોવા મળશે. પીચ રિપોર્ટ આ રોમાંચક મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમની પિચની વાત કરીએ તો અહીં રમાયેલી 24 મેચોમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમ 13 વખત જીતી છે. આ પિચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 164 રનની આસપાસ છે.

ADVERTISEMENT

ગુજરાત ટાઇટન્સ તરફથી રમી શકે છે
રિદ્ધિમાન સાહા (વિકેટમાં), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (સી), ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, મોહમ્મદ શમી , અલઝારી જોસેફ, નૂર અહેમદ.
સનરાઈઝર્સ હૈદરાબાદ
અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (wk), એડન માર્કરામ (c), ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, ટી નટરાજન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ફઝલક ફારૂકી.

    follow whatsapp

    ADVERTISEMENT