GTUએ શરૂ કરેલા હિન્દુ કલ્ચર સ્ટડીઝમાં IT પ્રોફેશનલ, ડોક્ટર, પ્રોફેસર સહિતના લોકો કેમ લઈ રહ્યા છે એડમિશન?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારતીય જ્ઞાન પરંપરાનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુથી GTU દ્વારા સેન્ટર ફોર ઈન્ડિયન નોલેજ સિસ્ટમ દ્વારા ચલાવાતા 12 જેટલા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે ખાસ વાત એ છે કે GTU દ્વારા ઓનલાઈન શરૂ કરાયેલા આ કોર્સમાં વેદ, પુરાણ, ઉપનિષદ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પૌરાણિક સ્થાપત્યો, પ્રાચિન વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના વિવિધ વિષયો પરના શોર્ટટર્મ કોર્સમાં એન્જિનિયરિંગથી માંડીને ટેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ એડમિશન લઈ રહ્યા છે.

હિન્દુ સંસ્કૃતિ વિશે ભણવા IT પ્રોફેશનલ, પ્રોફેસરે લીધું એડમિશન
GTU દ્વારા ઓગસ્ટ 2021માં શરૂ કરાયેલા માસ્ટર્સ ઈન હિન્દુ સ્ટડી કોર્ષમાં મોટી સંખ્યામાં લોકો એડમિશન લઈ રહ્યા છે અને હિન્દુ સંસ્કૃતિ વિશે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં બેંગલુરુના 52 વર્ષિય મેટલર્જિકલ એન્જિનિયર કોલાગની શ્રીનીવાસુએ પણ એડમિશન લીધું છે. તેઓ મુંબઈમાં ઓર્ડનન્સ ફેક્ટરી, હેવી વ્હીકલ ફેક્ટરી અને ટાટા સ્ટીલ જેવી કંપનીઓમાં 23થી વધુ વર્ષ કામ કરી ચૂક્યા છે અને હવે તે વિદ્યાર્થી બન્યા છે. મુંબઈના 55 વર્ષીય મનોચિકિત્સક મદુછંદ દાસે પણ આ કોર્સમાં એડમિશન લીધું છે. જ્યારે બેંગ્લોરમાં સ્થિત IT કન્સલ્ટન્ટ અને 59 વર્ષના સત્યપ્રકાશ રામચંદ્ર નિવર્તી, અમદાવાદની SAL કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હેમા વનાર તથા ખાનગી સ્કૂલમાં શિક્ષક રહી ચૂકેલા 45 વર્ષના શ્રીજીરાણી ક્ષત્રિય પણ આ કોર્સમાં એડમિશન લઈને હિન્દુ સંસ્કૃતિ વિશે અભ્યાસ કરી રહ્યા છે.

કેમ ફરીથી અભ્યાસ કરવાની ઈચ્છા જાગી?
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, મુંબઈના મદુછંદ દાસનું કહેવું છે કે, IKS એ યુવાનો માટે આપણી “વાસ્તવિક” સંસ્કૃતિ વિશે સમજવા અને જાણવાની “ઉજ્જવળ તક” છે અને “વિદેશીઓ” દ્વારા લખાયેલા પુસ્તકો દ્વારા નહીં. “આપણે ઇસ્લામમાં માસ્ટર, જૈનિઝમમાં માસ્ટર અને શીખ ધર્મમાં માસ્ટર જેવા અભ્યાસક્રમો વિશે સાંભળીએ છીએ પરંતુ હિન્દુ ધર્મમાં માસ્ટર જેવું કંઈ નથી. સરકારનું આ એક શાનદાર પગલું છે. જ્યારે સત્યપ્રકાશ રામચંદ્ર કહે છે, આ કોર્સ આપણી સંસ્કૃતિ વિશે જાણવાની તક આપે છે અને “આગળ વધવાનું એક સારું પગલું” છે. “હું પ્રાચીન હિંદુ ગ્રંથો વિશે જ્ઞાન મેળવવા માંગતો હતો અને વિકૃત ઇતિહાસના સંદર્ભમાં નહીં, જે અંગ્રેજોએ આપણા પર લાદ્યો છે તેના સંદર્ભમાં હું તેને ફરીથી જોવા માંગતો હતો. વૈદિક પ્રણાલી, મહાભારત, મનુ, ચાણક્ય અને રાજ ધર્મ આ અભ્યાસક્રમો દ્વારા શીખવવામાં આવે છે.

ADVERTISEMENT

BHU દ્વારા ડિઝાઈન કરાયો છે અભ્યાસક્રમ
ખાસ વાત છે કે, આ અભ્યાસક્રમ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ દેશભરમાંથી છે અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત વ્યાવસાયિકો છે. જ્યારે અભ્યાસક્રમનું માળખું બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) દ્વારા ડિઝાઇન કરાયેલું છે અને પરીક્ષા UGC NET પર આધારિત છે. GTU એ સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, કુવૈત અને કેનેડા જેવા દેશો સહિત 1,400 થી વધુ વિદ્યાર્થીઓની નોંધણી સાથે 12 પ્રમાણપત્ર અભ્યાસક્રમોની પ્રથમ બેચ પૂર્ણ કરી છે. અભ્યાસક્રમો ભારતીય વેદ, પુરાણો, ઉપનિષદો, કૌટિલ્ય અને રાજકીય વિજ્ઞાન અર્થશાસ્ત્ર, પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાચીન ભારતીય સ્થાપત્ય, પ્રાચીન ભારતીય કલા, પ્રાચીન ભારતીય શાસ્ત્રીય સાહિત્ય, ભારતીય રાજાઓ અને સામ્રાજ્ય, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના અભ્યાસ પર આધારિત હતા.

    follow whatsapp

    ADVERTISEMENT