GPSCના ઉમેદવારોએ ઉગામ્યું આંદોલનનું શસ્ત્ર, આજથી શરૂ કર્યું સોશિયલ મીડિયા મહાઅભિયાન; જાણો શું છે માંગ

ADVERTISEMENT

Justice_For_GPSC_Aspirants
GPSCના ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

GPSC ઉમેદવારોએ આજથી શરૂ કર્યું આંદોનલ

point

વિવિધ માંગોને લઈને સોશિયલ મીડિયા પર મહાઅભિયાન

point

GPSCની તૈયારી કરતા ઉમેદવારોએ આંદોલનનુ શસ્ત્ર ઉગામ્યું

Justice_For_GPSC_Aspirants: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-1,2 (2021)ની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ લખેલા જવાબ પેપર તપાસવામાં મોટો છબરડો થયો હોવાનો GPSCના ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેથી GPSCની તૈયારી કરતા ઉમેદવારોએ આંદોલનનુ શસ્ત્ર ઉગામ્યું છે. 

ઉમેદવારોએ છેડ્યું સોશિયલ મીડિયામાં આંદોલન 


પરીક્ષામાં છબરડાની યોગ્ય તપાસ સહિતની માંગોને લઈને GPSCની તૈયારી કરતા ઉમેદવારોએ આજથી સોશિયલ મીડિયામાં આંદોલન છેડ્યું છે. GPSCની તૈયારી કરતા ઉમેદવારો આ વખતે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે, GPSC વર્ગ-1,2ની અનેક પ્રક્રિયાઓ અધર લટકી રહી છે, એવામાં સરકારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો વર્ગ-1,2ની ભરતીની વાત કરવામાં આવે તો આ વર્ષે 164 પદો પર ભરતી કરવામાં આવશે. કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર 2024માં આ જાહેરાત પ્રકાશિત થશે જેની પ્રિલિમ પરીક્ષા 2025ના એપ્રિલ મહિનામાં લેવાય શકે છે. પરંતુ સવાલએ છે કે અગાઉના વર્ષોમાં જાહેર કરવામાં આવેલ ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી એવામાં વધુ એક પરીક્ષા માટે તારીખ આપવામાં આવી છે.

વર્ગ-1,2ની ત્રણ જાહેરાતની ભરતી પ્રક્રિયા હજુ અધૂરી

વાત જાણે એવી છે કે આ પહેલા વર્ષ 2023-24 માટે માં વર્ગ-1,2ની 283 જગ્યા, 2022-23માં 100 જગ્યા અને વર્ષ 2021-22માં પણ 100 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તો વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષની જાહેર થયેલી ભરતીની હજુ ફાઇનલ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી એવામાં GPSC એ આ વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટેની ભરતી જાહેર કરી દેવામાં આવી છે. જો પરીક્ષાની માહિતી વિશે વાત કરવામાં આવે તો GPSC advt-30 2021-22માં મુખ્ય પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, ઇન્ટરવ્યૂ થઈ ગયા છે પણ નિમણૂંક પત્ર અપયા નથી. GPSC Advt. No. 20/2022-23 જાહેરાતમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બાકી છે અને GPSC Advt. 47/2023-24 જેની હાલમાં જ 7 જાન્યુઆરીના રોજ પ્રિલિમ પરીક્ષા યોજાઈ હતી. હવે આ બધાને જોતાં ચોક્કસથી સવાલ ઊભો થાય છે કે છેલ્લી 3 જાહેરાતોની ફાઇનલ યાદી બની નથીને આ નવી ભરતીની જાહેરાત શું સમયસર લેવામાં આવશે કે કેમ?

ADVERTISEMENT


GPSC સામે ઉમેદવારોનું ટ્વીટર અભિયાન કેમ?

GPSCની તૈયારી કરતા ઉમેદવારોએ ટ્વીટર અભિયાન વિશે માહિતી આપી છે, તેઓ શા માટે વિરોધ કરી રહ્યા છે તેની વિગતો નીચે મુજબ છે. 

1) GPSC જાહેરાત ક્રમાંક:-30 ની મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં થયેલા છબરડા માટે (જેનો હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે),
2) GPSC CDPOની પરીક્ષામાં ગેરરીતિ થઈ અને લાયક વિદ્યાર્થીઓને અન્યાય થયો તેના માટે (જેનો પણ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે),
3) ACFની મુખ્ય પરીક્ષાનું 10 મહિના થવા છતાં પરિણામ આવ્યું નથી તેના માટે,
4) Account Officer ની મુખ્ય પરીક્ષાનું 6 મહિના થવા છતાં પરિણામ આવ્યું નથી તેના માટે,
5) DYSO ની પ્રાથમિક પરીક્ષાનું હજુ સુધી પરિણામ નથી આવ્યું તેના માટે
6) GPSC class 1-2 (Adv-47) અને TDO વગેરે જેવી અસંખ્ય પરીક્ષાઓના પ્રશ્નોમાં અને આન્સરકીમાં ઘણી ભૂલો છે તેના માટે,
7) GPSC દ્વારા વારંવાર કરવામાં આવતી ભૂલોના કારણે ઉમેદવારોને હાઈકોર્ટના ધક્કા ખાવા પડે છે તેના માટે,
8) GPSC ના કારણે લાખો ઉમેદવારોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે તેના માટે,

ADVERTISEMENT


શું છે મુખ્ય માંગો?  

- પરીક્ષાઓ સમયસર લેવાય
- UPSC માફક પરીક્ષાની ચોક્કસ તારીખ જાહેર કરો અને ત્યારે જ લેવી
- મેઈન્સ પેપર ચેકીંગ માટે ડિટેઇલ્ડ SOP અને આન્સર કી બનાવો
- પ્રાથમિક કસોટીની આન્સર કીમાં ભૂલો ઘટાડીને શૂન્ય કરો
- નોડલ અધિકારીની નિમણૂંક (જે ઉમેદવારોને સમયસર જવાબ આપે, માહિતી આપે અને સમસ્યાનું નિરાકરણ લાવે)
- નોટીફિકેશન આવ્યા બાદ ભરતી પ્રક્રિયા 365 દિવસમાં પૂર્ણ કરવી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT