યુવાનો થઈ જાવ તૈયાર, GPSC એ એક સાથે 7 પરીક્ષાનું કેલેન્ડર કર્યું જાહેર
અમદાવાદ: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ વર્ગ એક-બેની પરીક્ષા 8 જાન્યુઆરીએ, કાયદા અધિકારી, ક્યુરેટર અને ગુજરાત ઇજનેરી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ વર્ગ એક-બેની પરીક્ષા 8 જાન્યુઆરીએ, કાયદા અધિકારી, ક્યુરેટર અને ગુજરાત ઇજનેરી સેવાની 22 જાન્યુઆરીએ, હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-૨ અને ઇજનેરી સેવાની 5 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે.
GPSC દ્વારા એક સાથે 7 પરીક્ષાનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ પરીક્ષાની વિગતો સાથે કોલ લેટર અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવાની વિગતો પણ જાહેર કરવામાં આવી છે.
આ પરીક્ષાના કાર્યક્રમ થયો જાહેર
ADVERTISEMENT
ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1,
ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2- OMR ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર. જેમનો જાહેરાત ક્રમાંક 20/2022-23 હતો. જેમની પ્રાથમિક પરીક્ષા 08-01-2023 ના રોજ સવારે 10:00 થી 6:00 લેવાશે. જેમનો કોલ લેટર 27-12-2022થી ડાઉનલોડ કરી શકાશે.
કાયદા અધિકારી, વર્ગ-2
કાયદા અધિકારી, વર્ગ-2, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિ.- CBRT ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર. જેમનો જાહેરાત ક્રમાંક 16/2022-23 હતો. જેમની પ્રાથમિક પરીક્ષા22-01-2023 ના રોજ 11:00 થી 2:00 લેવાશે. જેમનો કોલ લેટર 11-01-2023 થી ડાઉનલોડ કરી શકાશે.
ADVERTISEMENT
ક્યુરેટર, વર્ગ-2
ક્યુરેટર, વર્ગ-2-CBRT ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર. જેમનો જાહેરાત ક્રમાંક 18/2022-23 હતો. જેમની પ્રાથમિક પરીક્ષા22-01-2023 ના રોજ 11:00 થી 2:00 લેવાશે. જેમનો કોલ લેટર 12-01-2023 થી ડાઉનલોડ કરી શકાશે.
ADVERTISEMENT
ગુજરાત ઇજનેરી સેવા, વર્ગ-2
ગુજરાત ઇજનેરી સેવા, વર્ગ-1/2, મા.મ.વિ.-ન.જ.પા.પુ. અને ક. વિ- OMR ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર. જેમનો જાહેરાત ક્રમાંક 19/2022-23 હતો. જેમની પ્રાથમિક પરીક્ષા 22-01-2023 ના રોજ 11:00 થી 6:00 લેવાશે. જેમનો કોલલેટર 11-01-2023 થી ડાઉનલોડ કરી શકાશે.
હિસાબી અધિકારી, વર્ગ-1
હિસાબી અધિકારી, વર્ગ-1 OMR ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર. જેમનો જાહેરાત ક્રમાંક 21/2022-23 હતો. જેમની પ્રાથમિક પરીક્ષા 05-02-2023 ના રોજ 10:00 થી 6:00 લેવાશે. જેમનો કોલલેટર 24-01-2023 થી ડાઉનલોડ કરી શકાશે.
આદર્શ નિવાસી શાળા આચાર્ય, વર્ગ-2
આદર્શ નિવાસી શાળા આચાર્ય, વર્ગ-2, કમિશ્નર આદિજાતી વિભાગ-OMR ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર. જેમનો જાહેરાત ક્રમાંક23/2022-23 હતો. જેમની પ્રાથમિક પરીક્ષા 05-02-2023 ના રોજ 11:00 થી 2:00 લેવાશે. જેમનો કોલલેટર 21-01-2023 થી ડાઉનલોડ કરી શકાશે.
ઈજનેરી સેવા (સિવિલ), વર્ગ-1 અને વર્ગ-2
ગુ.પા.પૂ. અને ગવ્ય. બોર્ડ (GWSSB) ઈજનેરી સેવા (સિવિલ), વર્ગ-1 અને વર્ગ-2 – OMR ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર. જેમનો જાહેરાત ક્રમાંક 24/2022-23 હતો. જેમની પ્રાથમિક પરીક્ષા 05-02-2023 ના રોજ 11:00 થી 6:00 લેવાશે. જેમનો કોલલેટર 25-01-2023 થી ડાઉનલોડ કરી શકાશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT