વિદ્યાસહાયકો માટે મોટી જાહેરાત, ચૂંટણી પહેલા આટલા હજાર વિદ્યાસહાયકોની ભરતી કરાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં ઘણા સમયથી વિદ્યાસહાયકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને લઈને યુવાઓ દ્વારા ધરણાં પણ કરવામાં આવ્યા હતા, જોકે તેમ છતાં સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવતી નહોતી. જોકે હવે ચૂંટણી નજીક આવતા જ સરકાર એક બાદ એક માંગ સ્વીકારતી થઈ ગઈ છે. તે જ ક્રમમાં સરકારે હવે વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી છે.

કેટલી જગ્યા ભરાશે?
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, ધોરણ 1થી 5માં 1000 અને ધોરણ 6થી 8માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતીની જાહેરાત આજે જ કરવામાં આવશે.

ધો.1થી 5 માટે 1000 જગ્યાઓ ભરાશે
સરકારની જાહેરાત મુજબ આ વિદ્યાસહાયકોની ભરતીમાં ધોરણ 1થી 5માં 1000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5 ટકા વધારાના માર્ક્સ આપવાના નિર્ણયનો પણ અમલ કરવામાં આવશે.

ADVERTISEMENT

નોંધનીય છે કે આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં 3300 વિદ્યાસહાયકો માટે ભરતી પ્રક્રિયા બહાર પડાઈ હતી. જોકે રાજ્યમાં શિક્ષકોની ઘટ હોવાના કારણે તે સમયે ઉમેદવારો દ્વારા 12 હજાર જેટલી જગ્યા પર વિદ્યાસહાયકોની ભરતી કરવાની માંગ ઉઠી હતી. જેને લઈને આક્રોશ સાથે મોટી સંખ્યામાં વિદ્યાસહાયકોએ ગાંધીનગર જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT