માછીમારોને મળતા ડીઝલના ભાવમાં થશે ઘટાડો, સરકાર આપશે મોટી રાહત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા માંગરોળ ખાતે આવ્યા હતા. આ પ્રાવસમાં તેમણે માછીમારોની વિવિધ સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. તથા તેમને રાહત આપવા માટે ડિઝલના ભાવમાં ઘટાડો થશે એવી જાહેરાત પણ કરી હતી. નોંધનીય છે કે માછીમારોને મળતા ડિઝલના ભાવમાં આશરે 3થી 4 રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે છે.

KCC યોજનાનો લાભ માછીમારોને પણ મળશે- રૂપાલા
પુરૂષોત્તમ રૂપાલાએ માંડવીથી સાગર પરિક્રમા યાત્રા શરૂ કરી છે, જેમાં તેઓ વિવિધ બંદરોની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન માછીમારોને જે કંઈપણ અગવડો પડી રહી છે, એનુ નિરાકરણ લાવવા માટે તે સતત કાર્યરત રહેશે. નોંધનીય છે કે આ મુલાકાત દરમિયાન ગુજરાત સરકાર હંમેશા માછીમારોની અનુકુળતાને ધ્યાનમાં રાખે છે એની ખાતરી પણ તેઓ આપશે. નોંધનીય છે કે અગાઉ જે KCC યોજના ખેડૂતોને માટે હતી તેમાં હવે માછીમારોનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે.

બેન્કમાં ખાતુ ખોલાવા અપિલ, ડિઝલ સસ્તુ થશે- રૂપાલા
આગામી દિવસોમાં સરકાર હવે ડિઝલના ભાવ અંગે માછીમારોને મોટી રાહત આપી શકે છે. ફિશિંગ બોટના ફ્યુલમાં તેમને હજુ 3થી 4 રૂપિયા જેટલુ મોંઘુ ડિઝલ મળે છે એને સુસંગત ભાવ મળે એની ખાતરી કરવા સરકાર તજવીજ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે આ મુદ્દે મત્સ્યઉદ્યોગ સંબંધિત અન્ય કલ્યાણી યોજનાઓ વિશે પણ માહિતી અપાઈ શકે છે. આની સાથે બેંકમાં ખાતુ ખોલાવવા માટે પણ રૂપાલાએ ટકોર કરી હતી. આ દરમિયાન 0 ટકા વ્યાજે માછીમારોને સબસીડીનો લાભ પણ મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT