નવરાત્રીના તહેવારને લઈને ગરબા રસિકો માટે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર: ગુજરાતીઓના લોકપ્રિય નવરાત્રીના (Navratri 2022) તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. એવામાં ગરબા (Garba) રસિકો માટે રાજ્ય સરકાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતીઓના લોકપ્રિય નવરાત્રીના (Navratri 2022) તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. એવામાં ગરબા (Garba) રસિકો માટે રાજ્ય સરકાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રી પર રાજ્યના શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન કરાશે. નવરાત્રી દરમિયાન અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહીત 9 જેટલા શક્તિ મંદિરમાં ગરબાનું આયોજન કરવામાં આવશે.
GMDC ગ્રાઉન્ડમાં પણ થશે ભવ્ય ગરબાનું આયોજન
આ ઉપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવશે. દર વર્ષ GMDC મેદાનમાં રાજ્ય કક્ષાના ગરબાનું આયોજન કરાતું હોય છે. જોકે કોરોનાની મહામારીના કારણે આ આયોજન નહોતું કરાયું. એવામાં હવે બે વર્ષ બાદ આ વખતે સામાન્ય સ્થિતિમાં ગરબાનું આયોજન થશે. ત્યારે કોરોનાની ગાઈડલાઈન મુજબ ગરબા રમતા ખેલૈયાઓ આ વખતે ચિંતા મુક્ત થઈને 9 દિવસ સુધી નવરાત્રીના તહેવારની મજા માણી શકશે.
ગરબાના પાસ પર લાગુ કરાયો છે GST
નવરાત્રી તહેવારના આગમનને પગલે રાજ્યભરમાં વિવિધ ગરબા ક્લાસ પણ શરૂ થઈ ગયા છે. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાઈ રહ્યા છે અને અવનવા ગરબાના સ્ટેપ્સ શીખી રહ્યા છે. પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાની મંજૂરી તો છે પરંતુ તેના પાસ પર GST લાગુ કરાયો છે. એવામાં પાસની કિંમત મોંઘી થવાથી આ વખતે ક્લબ-પાર્ટી પ્લોટમાં જનારા લોકોની સંખ્યા ઘટી પણ શકે.
ADVERTISEMENT
ADVERTISEMENT