ગૌમાતાની જય બોલનારા ગાય દૂધ આપવાનું બંધ કરે તો કાઢી મૂકે છે, હિન્દુ સમાજ ઢોંગી નં.1 છે: રાજ્યપાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક વિવાદીત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના પોઇચા ખાતે આવેલા નિલકંઠધામમાં પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલે ગાયની સેવા અને પૂજાના કરવાના બહાને દંભ આચરનારા લોકો પર આકરા પ્રહાર કર્યા હતા.

લોકો સ્વાર્થ માટે જ ગાયની જય બોલાવે છે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, તમે ગાયની જય જય તો ખૂબ કરો છો, પૂજા પણ કરો છો, તિલક પણ લગાવો છો. પરંતુ જ્યારે ગાય દૂધ નથી આપતી ત્યારે ઘરમાંથી બહાર હાંકી કાઢો છો. દૂધ નથી પીતા, ગાય પણ નથી પાળતા અને ગૌમાતાની જય જય કરે છે. એટલા માટે જ હું કહું છું કે આ હિન્દુ સમાજ ઢોંગી નંબર-1 છે. હિન્દુ સમાજ અને ગૌમાતા એકમેક સાથે સંકળાયેલા છે. પણ લોકો સ્વાર્થ ખાતર ગાયની જય બોલાવે છે.

 

ADVERTISEMENT

પ્રાકૃતિક ખેતી તરફ વળવા લોકોને કહ્યું
તેઓ વધુમાં કહે છે કે, લોકો મંદિરોમાં જાય છે, મસ્જિદોમાં જાય છે, ગુરુદ્વારામાં જાય છે, ચર્ચમાં જાય છે, પૂજા માટે જેથી ભગવાન ખુશ થાય પણ હું એ ઘોષણા કરું છું કે ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરશો તો ભગવાન આપમેળે જ ખુશ થઈ જશે. હું પ્રમાણ સાથે આ વાત કહું છું. રાસાયણિક ખેતીથી તમે પ્રાણીઓને મારવાનું કામ કરો છો. પ્રાકૃતિક ખેતી કરશો તો પ્રાણીઓને જીવન આપવાનું કામ કરો છો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT