‘બહારથી મફતની રેવડી વહેંચવા આવી રહ્યા છે, એમને પૂછો અહીંયા ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે?’

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ તેમ વાર-પલટવારનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. બુધવારે ભાજપ દ્વારા યોજાયેલ ગૌરવ યાત્રા જ્યારે ખેડા જિલ્લાના માતરમાં આવી પહોંચી ત્યારે ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને આડે હાથ લીધા હતા.

રેવડી કલ્ચર પર ઝડફિયાના પ્રહાર
વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાથી ભાજપ ગુજરાતમાં ફરીથી બહુમતીથી સત્તા હાંસલ કરવા માટે ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે. આ ગૌરવ યાત્રામાં સ્ટાર પ્રચારકો દ્વારા દિવસમાં પાંચ જગ્યાએ સભા સંબોધવામાં આવતી હતી અને આ તમામ સભામાં કોંગ્રેસ અને ખાસ કરીને કેજરીવાલ પર તેમની મફતની રેવડી કલ્ચર પર પ્રહાર કરવામાં આવતા હતા. ત્યારે ભાજપની આ ગૌરવયાત્રા ખેડા જિલ્લાના માતરમાં પહોંચી ત્યારે જનસભા ને સંબોધતા ગોરધન ઝડફિયાએ અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા હતા.

કોંગ્રેસને પણ લીધી આડે હાથ
તેમણે કહ્યું કે,”અહીંયા બહારથી મફતની રેવડી વહેચવા આવી રહ્યા છે, એમને પૂછો અહીંયા ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે? અરે તમારા તો છ મંત્રીઓ જેલમાં ગયા એકને તો બેલ પણ નથી મળતી અને બીજાની તો તૈયારી છે. શરમ નથી આવતી આ ગુજરાતમાં મફતનું આપવાની વાત કરો છો? એનો વાંધો નથી. એક સીટ નહીં આવે જેટલી તાકાત લગાવી હોય એટલી તાકાત લગાવી લો. એટલા માટે જ બાકી કોંગ્રેસના તો પતી ગયું. ચૂંટણી પહેલા જ 22 આવી ગયા. હવે બસ પાંચ વરસ અને બાકી આવવાના હશે તો આવી જશે નહીં તો, “અચ્છુતમ કેશવમ”.

ADVERTISEMENT

ભાજપની ગૌરવ યાત્રામાં સ્ટાર પ્રચારકોનો ખડકલો
મહત્વનું છે કે મધ્ય ગુજરાત એ કોંગ્રેસનો ગઢ છે અને આ ઘરમાં ગાબડું પાડવા માટે ભાજપ કમર તોડ મહેનત કરી રહ્યું છે અને એ અંતર્ગત જ ભાજપની આ ગૌરવ યાત્રામાં સ્ટાર પ્રચારકોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT