ગોપાલ ઈટાલિયાએ કહ્યું- સત્તાના દુરૂપયોગે BJPએ વિવિધ સમાજ પર કરેલા ખોટા કેસ દૂર કરીશું, વાઈરલ વીડિયો મુદ્દે કર્યો ઘટસ્ફોટ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી જનતાને આકર્ષવા વિવિધ મુદ્દાઓને લઈ ચૂંટણી મેદાનમાં આવી ગઈ છે. તેવામાં ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયોના વિવાદે રાજકીય…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી જનતાને આકર્ષવા વિવિધ મુદ્દાઓને લઈ ચૂંટણી મેદાનમાં આવી ગઈ છે. તેવામાં ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયોના વિવાદે રાજકીય હોબાળો મચાવ્યો છે. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં જે જે સમાજ પર ભાજપ દ્વારા ખોટા કેસો દાખલ કરાયા છે એને દૂર કરી ન્યાય અપાવવાની વાત કરી હતી. તથા વાઈરલ વીડિયો અંગે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
આંદોલનો દબાવવા ભાજપની કાર્યવાહી પર ગોપાલનું નિવેદન…
ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનોનો મુદ્દો ટાંકી ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ સરકારે સત્તાનો દુરૂપયોગ કરી માલધારી સમાજ, પાટીદાર, દલિત સમાજ અને આદિવાસી સહિત અન્ય સમાજોના કેટલાક લોકો પર ખોટા ખોટા કેસ દાખલ કર્યા છે. માલધારી સમાજની વાત સાંભળવાના બદલે ભાજપે મહિલાઓ અને યુવાનો પર ખોટી FIR કરી જેલમાં પૂરી દીધા છે. એટલું જ નહીં આદિવાસી સમાજે કરેલા જમીન સંપાદનના આંદોલનોને તોડવા માટે ભાજપ દ્વારા ખોટા ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.
ભાજપે પોલીસ સામે પણ કડક કાર્યવાહી કરી- ગોપાલ
ગોપાલ ઈટાલિયાએ વધુમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પોલીસે ગ્રેડ પે આંદોલન કર્યું હતું. આ દરમિયાન પોલીસની માગણી સ્વીકારવાના બદલે કેટલાક અધિકારીઓ સામે ખોટી-ખોટી FIR નોંધી જેલ ભેગા કરાયા છે. આ તમામ સાથે અન્યાય થયો છે જેની જાણ આમ આદમી પાર્ટીને છે.
ADVERTISEMENT
AAP દરેક ખોટા કેસ પાછા ખેંચી ન્યાય અપાવશે- ગોપાલ
ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમારુ સૌથી પહેલું કામ જે જે સમાજના લોકો સામે ભાજપે ખોટા ખોટા કેસ દાખલ કર્યા છે એને દૂર કરવાનું રહેશે. અમારી સરકાર આ તમામ લોકોને ન્યાય અપાવવા માટે સૌથી પહેલું ડગલું ભરશે. ભાજપ સરકારે સત્તાના દુરૂપયોગથી જે જે લોકો સામે ખોટા કેસો કર્યા છે એ બધા અમે દૂર કરીશું.
ADVERTISEMENT