Gopal Italia પહોંચ્યા રાજકોટ, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ગોપાલ ઇટાલિયાની જૂના વિડીયો મામલે કાલે દિલ્હી પોલીસે પૂછપરછ કરી હતી. આજે ઇટાલિયા  ગુજરાત આવતા તેમનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં ભાજપ પર પ્રહાર કર્યા હતા.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા ઘણા સમય થી જોઈ રહ્યા છીએ કે ગુજરાત માં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ગુજરાતમાં ભાજપના અન્યાય થી નારાજ થયેલ પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીને સાથ આપી રહ્યો છે. ઘણા દિવસો થી એક નવું નાટક કરી રહ્યા છે. રોજ ઉઠીને જૂના વિડીયો ગોતીને લઈ આવે છે. ગુજરાતમાં જનતા પૂછે કે 27 વર્ષનો હિસાબ બતાવો તો ભજપ કહે છે હિસાબ બતાવી શકાય તેમ નથી વિડીયો જોઈ લ્યો.

 આ ગતડકા ચાલવાના નથી
ભાજપ પર પ્રહાર કરતાં ઇટાલિયાએ કહ્યું કે, મને NCW માંથી હજુ સુધી નોટિસ મળી નથી. પણ ટ્વિટરમાં નોટિસ જોઈ અને NCWમાં હાજર થયો હતો. અને ને પોલીસને હવાલે કરી દીધો. આ ઘટના ક્રમ દર્શાવે છે કે, ગુજરાતમાં જે રીતે પાટીદાર સમાજનો સાધારણ યુવાન પ્રદેશ અધ્યક્ષ કઈ રીતે બની ગયો. આ વાતની ભાજપને ઈર્ષા થાય છે. ભૂતકાળમાં પાટીદાર સમાજના યુવાનો ને ગોળી મારવામાં આવી. તેમાંથી બચેલા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. તેમાંથી બચી ગયા તેને ભાજપમાં જોડી દેવામાં આવ્યા. તેમ છતાં એક ગોપાલ ઇટાલિયા કે પાટીદારો કેમ ભાજપમાં સક્રિય છે તેની ભાજપને ચીડ થાય છે. એક ષડયંત્ર તૈયાર થઈ રહ્યું છે. તત્કાલીન પ્રધાનમંત્રી કે કોંગ્રેસના મહિલા અધ્યક્ષ વિષે દુનિયાભરની ગાળો મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી હતી. આજે શા માટે મારુ ખોદી ખોદી બહાર લઈ આવે છે તે બતાવે છે કે મારા તરફ પાટીદાર સમાજ તરફ નફરત છે. ગુજરાતના લોકો આ જોઈ રહી છે અને આ ગતડકા ચાલવાના નથી. હજુ મને લાગે છે કે આ મારા બાળપણનો વિડીયો લઈ આવશે અને કહેશે કે આ બાળપણમાં કપડાં નહોતો પહેરતો.

ADVERTISEMENT

આ મામલે થઈ પૂછપરછ 
ગોપાલ ઈટાલિયાનો PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન કરતો એક જૂનો વીડિયો સામે આવ્યો હતો. જેના પર રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે આજે ગોપાલ ઈટાલિયા આ નોટિસના પગલે મહિલા આયોગમાં હાજર થયા હતા. પૂછપરછ બાદ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. દિલ્હી પોલીસ હાલમાં ગોપાલ ઈટાલિયાની અટકાયત કરીને તેમને દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT