જૂની પેન્શન યોજના અંગે ઇટાલિયાએ કરી મોટી જાહેરાત, કર્મચારીઓને કરી આ અપીલ

ADVERTISEMENT

gopal italia
gopal italia
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકોને અનેક વાયદા અને ગેરેન્ટી આપે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ops ને પંજાબમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુજરાતના સૌ કર્મચારી મિત્રોને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને એક તક આપે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જૂની પેન્શન અંગે કહ્યું કે, ચૂંટણી સમયે આપેલી ગેરેંટીઓ પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી જાણીતી પાર્ટી છે. સમગ્ર ભારત દેશ એ ઉદાહરણ જાણે છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે. ફક્ત ચૂંટણી સમયે વાયદા કરવાના અને સાડા ચાર વર્ષ સુધી કોઈ કામ ન કરવું, ચૂંટણીના છેલ્લા મહિનામાં અવનવી જાહેરાતો કરીને જનતાને છેતરવાનું કામ આમ આદમી પાર્ટી કરતી નથી. પંજાબમાં ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને કર્મચારીઓને ગેરંટી આપી હતી કે જૂની પેન્શન યોજના જે કર્મચારીઓનો અધિકાર છે તે લાગુ કરવામાં આવશે.

ગુજરાતમાં સરકાર બનતા જ ops લાગુ કરાશે.
ત્યારે પંજાબની આમ આદમી પાર્ટી સરકારે નિર્ણય કર્યો છે અને કેબિનેટની અંદર સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી મળી ચૂકી છે જેથી ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના માધ્યમથી પંજાબના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. હું પંજાબના તમામ કર્મચારીઓની શુભેચ્છાઓ પાઠવું છું. આ ગુજરાતની અંદર પણ શક્ય છે. અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને ગેરંટી પણ આપી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

ADVERTISEMENT

સરકારી કર્મચારીને કરી આ વિનંતી
સરકાર માટે કામ કરતા કર્મચારીઓ જનતા અને સરકાર વચ્ચેની મજબૂત કડી છે. કર્મચારીઓના માધ્યમથી જ સરકારની તમામ યોજનાઓ જનતા સુધી પહોંચે છે. જનતાની કોઈ પણ પીડા કર્મચારીના માધ્યમથી જ સરકાર સુધી પહોંચે છે. આમ સરકાર અને જનતાની વચ્ચેની પાવરફુલ કડી કર્મચારીઓને અન્યાય થાય તો એ સારું ન કહેવાય ગુજરાતમાં કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન,ધારણાઓ, રેલી, વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે પરંતુ અહંકારી અને સત્તાના નશામાં ગળાડૂબ થયેલી ભાજપની સરકારને કોઈ ફરક પડતો નથી. ત્યારે હું ગુજરાતના કર્મચારીઓને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને એક તક આપે, એક મુકો અરવિંદ કેજરીવાલને આપવામાં આવે. આમ આદમી પાર્ટી ચૂંટણી જીત્યા પછી તરત જ જૂની પેન્શન યોજના પંજાબમાં લાગુ કરી એમ ગુજરાતમાં લાગુ કરાશે.

    follow whatsapp

    ADVERTISEMENT