ગુજરાત સરકારને બ્લેકમેઈલ કરે છે AAP? ગોપાલ ઈટાલિયાએ કહ્યું, કેજરીવાલને કહેવું પડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે ન અપાય ત્યાં સુધી વચગાળાની રાહત સ્વરૂપે સરકાર દ્વારા 550 કરોડ રૂપિયાની પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત LRDથી લઇને ASI સુધી દરેકને પગાર વધારાનો લાભ આપવાનું સરકાર દ્વારા કહેવાયું હતું. જોકે હજુ સુધી સરકાર દ્વારા પોલીસના પગાર વધારાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. જેથી ઓગસ્ટના પગારમાં પોલીસને આ વધારાનો લાભ નહીં મળે. એવામાં હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia9) હર્ષ સંઘવીને (Harsh Sanghvi) ટ્વીટ કરીને સવાલ કર્યો છે.

ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને દબડાવ્યા
ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને પૂછ્યું કે, ‘સંઘવીભાઈ પહેલા તો મોટી મોટી ફાંકા ફોજદારી કરવાના બદલે તાત્કાલિક પરિપત્ર કરીને પોલીસને ઓગસ્ટના પગારમાં જ વધારો આપો. પોલીસને ઓગસ્ટ મહિનાના પગારમાં જ વધારાના ભથ્થાનો લાભ ન આપવો પડે એ માટે તમે પરિપત્ર નથી કરતા એવું ગૃહવિભાગના અંદરના સૂત્રો કહે છે. કેજરીવાલને કહેવું પડશે કે શું?’

ADVERTISEMENT

કેજરીવાલે સભામાં ઉઠાવ્યો હતો મુદ્દો
નોંધનીય છે કે, ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પોતાની સભામાં પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે પોલીસકર્મીઓને ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ ગ્રેડ પે લાગુ કરવાનું વચન આપ્યું હતું. જે બાદ તાબડતોબ રાજ્ય સરકારે પોલીસ માટે પેકેજની જાહેરાત કરી હતી. જેમાં પોલીસકર્મીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

કોના પગારમાં કેટલો વધારો કરાયો હતો?
14 ઓગસ્ટે હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના પગાર વધારાની જાહેરાત કરી હતી. તેમણે સુરતમાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં હાલ LRDને વર્ષે કુલ મળીને 2,51,100 રૂપિયા પગાર મળે છે, નવો પગાર વધારીને 3,47,250 કરાયો છે. કોન્સ્ટેબલનો હાલનો પગાર રૂ. 3,63,660 થાય છે, જે હવે વધીને 4,16,400 રૂપિયા કરાયો છે. હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હાલ 4,36,656 રૂપિયા છે, જે હવે 4,95,394 રૂપિયા કરાયો છે. જ્યારે ASIને વર્ષે રૂ. 5,19,354 મળે છે, તે હવે વધારીને હવે તેમનો વાર્ષિક પગાર 5,84,094 રૂપિયા કરાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT