એક ખોટો જવાબ ને 8 લાખ કરોડ સ્વાહા થઈ ગયા, Googleના AI ચેટબોટ BARDએ કંપનીને રોવડાવી
ન્યોયર્ક: સર્ચ એન્જિન ફર્મ ગૂગલ (Google)ની પેરેન્ટ કંપની અલ્ફાબેટ ઈંક (Alphabet Inc.)ને મોટો ઝટકો લાગ્યો છે. AI ચેટબોક્સ બાર્ડે એક જાહેરાતમાં સવાલનો જવાબ ખોટો આપવાનું…
ADVERTISEMENT
ન્યોયર્ક: સર્ચ એન્જિન ફર્મ ગૂગલ (Google)ની પેરેન્ટ કંપની અલ્ફાબેટ ઈંક (Alphabet Inc.)ને મોટો ઝટકો લાગ્યો છે. AI ચેટબોક્સ બાર્ડે એક જાહેરાતમાં સવાલનો જવાબ ખોટો આપવાનું એટલું ભારે પડ્યું કે કંપનીને એક જ ઝટકામાં 100 અબજ ડોલર (8 લાખ કરોડ રૂપિયા) નું નુકસાન થઈ ગયું. Chat GPTને ટક્કર આપવા માટે કંપનીએ પોતાનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બાર્ડ લોન્ચ કર્યું, પરંતુ પહેલા જ દિવસે એવી ગરબડી થઈ કે કંપનીના 100 અબજ ડોલર સ્વાહા થઈ ગયા. ગૂગલે પોતાના નવા ચેટબોટનો પ્રમોશનલ વીડિયો જારી કર્યો, પરંતુ તેમાં ખોટી જાણકારી આપી જે બાદ તેને મોટો ઝટકો લાગ્યો. કંપનીની માર્કેટ કેપ 100 અબજ ડોલર ઘટી ગઈ.
શું હતો તે સવાલ?
બાર્ડ ચેટબોટની જાહેરાતમાં ખોટી જાણકારી કંપનીને મોંઘી પડી. ગૂગલે AI બાર્ડના લોન્ચિંગની એક ઈવેન્ટ આયોજિત કરી હતી. જેમાં બાર્ડ નામના AI ચેટબોટનું પ્રમોશન કરાયું. આ માટે gfx જાહેરાત જારી કરવામાં આવી. જેમાં એક વ્યક્તિએ સવાલ કર્યો કે તે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની નવી શોધ વિશે પોતાના 9 વર્ષના બાળકને જણાવી શકું છું? જેના જવાબમાં બાર્ડે બે જવાબ આપ્યા. બાર્ડનો છેલ્લો જવાબ ખોટો હતો. જેમાં તેણે લખ્યું કે, આ ટેલિસ્કોપથી આપણા સોલર સિસ્ટમની બહાર કોઈપણ ગ્રહની પહેલી તસવીર લેવાઈ. આ જવાબ ખોટો હતો. NASA મુજબ વર્ષ 2004માં યુરોપિયન એડવાન્સ ટેલિસ્કોપે સ્પેસના એક્સોપ્લેનેટ્સ સદર્ન ઓબ્ઝર્વેટરીની સૌર મંડળ બહારના ગ્રહોની તસવીર લીધી હતી. આ ખોટો જવાબ બાદ AI પર સવાલ ઉઠ્યા. કંપની પર ખોટી જાણકારી આપવાના સવાલ ઉઠ્યા, આ બાદ અલ્ફાબેટના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. કંપની પોતાની વાતને સમજાવવામાં નિષ્ફળ રહી અને તેનું પરિણામ શેરના ઘટાડાથી ભોગવવું પડ્યું.
શેર માર્કેટમાં અલ્ફાબેટના શેરોમાં 100 અબજ ડોલરનું નુકસાન થઈ ગયું અને શેર 9 ટકા ઘટીને 99.05 ડોલરે પહોંચી ગયા. એક સવાલના ખોટા જવાબના કારણે ગૂગલને 100 અબજ એટલે કે 82,60,76,00,00,000 રૂપિયાનું ભારે નુકસાન થઈ ગયું.
ADVERTISEMENT
એક જ દિવસમાં કંપનીના શેરમાં 9 ટકાનો ઘટાડો
ગૂગલે પ્રતિદ્વંદ્વી માઈક્રોસોફ્ટના ચેટ જીપીટી સાથે મુકાબલો કરવા માટે પોતાનું AI ચેટબોટ ઉતાર્યું હતું. જોકે તેનો પહેલો શો જ નિષ્ફળ થઈ ગયો અને આ ખબર બાદ અલ્ફાબેટના શેરોમાં 9 ટકાનો ઘટાડો આવ્યો. આ ઘટના બાદ અલ્ફાબેટનું માર્કેટકેપ હવે 1.278 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.
ADVERTISEMENT