ગોધરાના યુવકે પાકિસ્તાન ઝિંદાબાદનું સ્ટેટસ મૂક્યું, ફરિયાદના આધારે જેલ ભેલો; જાણો સમગ્ર ઘટના..
શાર્દૂલ ગજ્જર/ગોધરાઃ ભારત દેશમાં રહીને પાકિસ્તાનનો પ્રેમ દેખાડતા યુવક સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે. અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં લોકો અવાર નવાર વ્હોટ્સએપ સ્ટેટસો મુકતા…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર/ગોધરાઃ ભારત દેશમાં રહીને પાકિસ્તાનનો પ્રેમ દેખાડતા યુવક સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે. અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં લોકો અવાર નવાર વ્હોટ્સએપ સ્ટેટસો મુકતા આવ્યા છે. ત્યારે ગોધરાના યુવાને પાકિસ્તાન જિંદાબાદનો વીડિયો સ્ટેટસમાં મુકતા કડક પગલા ભરાયા છે. એટલું જ નહીં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હાલ જેલ ભેગો કરાયો છે. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ…
ભારતમાં રહી પાક.ના ગુણગાન ગાનારા સામે લાલ આંખ
સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો અત્યારે અવાર નવાર સ્ટેટસો મુકતા હોય છે. પરંતુ ગોધરાના આ યુવાનનો કિસ્સો કઈક અલગ જ છે. સાતપુર ખાતે રહેતા વસીમ ભટુક નામના યુવાને પાકિસ્તાન જિંદાબાદ વાળો વીડિયો સ્ટેટસમાં મૂક્યો હતો. જેને લઈને મામલો ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે ગોધરામાં આવું પહેલીવાર નથી થયું કે ત્યાંના કેટલાક લોકો ભારતમાં જ રહીને પાકિસ્તાનના ગુણગાન ગાતા હોય. આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે.
આ કિસ્સો છે ભારત અને પાક. મેચનો..
નોંધનીય છે કે આ કિસ્સા વિશે વિગતવાર ચર્ચા કરીએ તો વસીમે પાકિસ્તાન જિંદાબાદનું સ્ટેટસ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિાયન મૂક્યું હતું. આ દરમિયાન તાત્કાલિક તેની સામે ફરિયાદ તો નોંધવામાં આવી હતી પરંતુ ચૂંટણીની કામગીરીના કારણે તેની ધરપકડ થઈ શકી નહોતી.
ADVERTISEMENT
વસીમની ધરપકડ કરવામાં આવી..
નોંધનીય છે કે પાકિસ્તાન જિંદાબાદના સ્ટેટસ મુકનારા યુવન વસીમની આજે ધરપકડ કરવામાં આવી છે. તેની સામે IPC 153 અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ચૂંટણીની કામગીરીના કારણે તે સમયે એની સામે કોઈ કડક પગલાં નહોતા લેવાયા. પરંતુ આજે દેશદ્રોહની ફરિયાદ મુદ્દે વસીમની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT