ગોધરા સેશન કોર્ટ દ્વારા આખા પરિવારને ફટકારવામાં આવી આજીવન કેદની સજા, જાણો શું છે કેસ
શાર્દૂલ ગજ્જર, પાંચમહાલ: ગોધરા સેશન કોર્ટ દ્વારા જમીન પચાવી પાડવાના ઈરાદાથી હુમલો કરી જાનથી મારી નાખવાના કેસમા આખા પરીવારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જમીન…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર, પાંચમહાલ: ગોધરા સેશન કોર્ટ દ્વારા જમીન પચાવી પાડવાના ઈરાદાથી હુમલો કરી જાનથી મારી નાખવાના કેસમા આખા પરીવારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જમીન વેચાણ બબાતે ફરિયાદી અને મૃત્યુ પામનાર વચ્ચે ઝઘડો થયો અને બાદમાં મારામારીમાં આ ઝઘડો પરિવર્તિત થયો.
શું હતી ઘટના
આરોપી દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા ની જમીન જીતભાઈ રાવળએ લીધેલ જે જમીન જીતુભાઈ રાવળ પાસેથી મૃત્યુ પામનાર ભરતભાઈ હાજાભાઈ ચારણએ લીધેલ હતી. આ જમીન જોવા માટે ભરતભાઈ હાજાભાઈ ચારણાએ 5 જૂન 2020 ના રોજ મીરાપુર ગામે જતા આરોપીઓ એકસંપ થઈ અને ધમકી આપી હતી. કહ્યું કે, અમારી જમીન અમોએ કોઈને વેચાણ આપેલ નથી તેમ છતા તમો કેમ અહી આવ્યા છો, તેમ કહી બોલાચાલી તેમજ ગંદી ગાળો બોલી ઝઘડો તકરાર કરી અહીથી જતા રહો નહી તો તમોને જીવતા જવા દઈશું નહીં, તેવી ધમકીઓ આપી તેમજ આરોપીઓ તથા પકડવાના બાકી આરોપીએ ફરીયાદી તથા ભરતભાઇ ચારણ સાથે ઝપાઝપી કરી તેમજ આરોપી દલપત તથા તમામ આરોપીઓએ ભેગા થઈ અને ભરતભાઈ ચારણને મોતને ઘાટ ઉતાર્યા હતા
આ ગુન્હા થયા હતા દાખલ
આ મામલે ભારતીય દંડ સંહીતાની કલમ – 143, 147, 148, 149,302, 307, 504, 506(2) અંગેની ફરીયાદ આરોપીઓ સામે શહેરા પોલીસ સ્ટેશનમા દાખલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આખા પરિવારને સજા ફટકારી
દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારજનોએ ગુનામાં સાથ આપ્યો હતો જેને લઈ દલપતભાઈ ઉર્ફે ભલાભાઈ વેચાતભાઈ બામણીયા તથા તેઓના આખા પરીવારને આજીવન કારાવાસની સખત કેદની સજા કરતો હુકમ કરેલ છે. જેથી સદરહું ચુકાદો આવતા કોર્ટમા સન્નાટો છવાઈ ગયેલ હતો અને જમીન માફીયાઓમા પણ ડરનો મોહોલ છવાઈ ગયેલ છે.આખા પરિવારને એક સાથે આજીવન કેદની સજા નો કિસ્સો પહેલી વખત ધ્યાનમાં આવ્યો છે
ADVERTISEMENT