Godhra: માતાએ બે સંતાન સાથે કર્યો સામૂહિક આપઘાત, કૂવામાં કૂદીને જિંદગી હોમી દેતા ખળભળાટ

ADVERTISEMENT

બે સંતાન સાથે માતાએ ટૂંકાવ્યું જીવન
બે સંતાન સાથે માતાએ ટૂંકાવ્યું જીવન
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

બે સંતાન સાથે માતાએ ટૂંકાવ્યું જીવન

point

કૂવામાં કૂદીને આપઘાત કરી લેતા ખળભળાટ

point

પોલીસે પરિવારજનોની હાથ ધરી પૂછપરછ

Godhra News : ગોધરામાં બે સંતાન સાથે માતાએ કૂવામાં કૂદીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસ દ્વારા આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

 

ગઈકાલ સાંજથી ગુમ પરિણીતા

 

ADVERTISEMENT

પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી પરિણીતા બે સંતાનો સાથે ગઈકાલ સાંજથી ગુમ થઈ ગઈ હતી. જેથી પરિવારજનોએ પરિણીતા અને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પાણીના કૂવા પાસે તપાસ કરવામાં આવતા માતા અને બાળકો કૂવામાં હોવાનું જાણવા મળ્યું હતું.

 

ADVERTISEMENT

કૂવામાંથી મળી આવ્યા મૃતદેહો 

 

ADVERTISEMENT

આ અંગેની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોની મદદથી માતા અને બને બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાએ બાળકોની સાથે કૂવામાં કૂદીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

 

હાલ પોલીસ દ્વારા મહિલાએ બાળકોની સાથે કેમ આપઘાત કર્યો તે અંગેનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો પોલીસે પરિવારજનો અને આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે. 


(ઈનપુટઃ જયેન્દ્ર ભોઈ, પંચમહાલ)

    follow whatsapp

    ADVERTISEMENT