‘ગુંડાગર્દી-ભ્રષ્ટાચાર જોઈએ તો એમને વોટ આપજો, સારી સ્કૂલ-હોસ્પિટલો જોઈએ તો મારી પાસે આવજો’

ADVERTISEMENT

gujarattak
social share
google news

દાહોદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે દાહોદમાં જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતમાં AAPની સરકાર બનશે તો ખેડૂતોને પાંચ જેટલા પાકો પર MSP આપવાની વધુ એક ગેરંટી આપી હતી. આ સાથે જ તેમણે રામ મંદિરના દર્શન માટે મફત અયોધ્યાની ટ્રિપ પણ શરૂ કરાવવાની ગેરંટી આપી હતી.

નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યો
દાહોદમાં કેજરીવાલે કહ્યું કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા, હોસ્પિટલની વ્યવસ્થા પર વાતો કરી. દિલ્હીમાં અમે સારી હોસ્પિટલો બનાવી, બધા વ્યક્તિઓની સારવાર મફત કરી નાખી. ગુજરાતમાં પણ અમારી સરકાર આવશે તો અમે 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલીશું. તમારા ઘરમાં કોઈ બીમાર થાય તો ચિંતા ના કરશો તમારો દીકરો બેઠો છે. મને રાજનીતિ કરતા નથી આવડતું. ગુંડાગર્દી કરતા નથી આવડતું, મને ભ્રષ્ટાચાર કરતા નથી આવડતું. મને હોસ્પિટલ બનાવતા આવડે છે.

જો ગુંડાગર્દી જોઈએ તો એમને વોટ આપજો, 27 વર્ષથી આપતા આવ્યા છો. ભ્રષ્ટાચાર જોઈએ, લફગાંઈ જોઈએ તો એમને વોટ આપજો. તમારા બાળકો માટે સ્કૂલ બનાવડાવવી હોય, તમારા પરિવાર માટે હોસ્પિટલો બનાવડાવવી હોય તો મારી પાસે આવી જજો, હું બનાવી દઈશ.

ADVERTISEMENT

‘દિલ્હી-પંજાબ બાદ હવે અમે ગુજરાતમાં જીતીશું’
કેજરીવાલે કહ્યું કે, 7 વર્ષમાં અમે લોકોની દુઆઓ કમાવી છે જે ગરીબોના બાળકોને અમે સારી શિક્ષા આપી, તેમના પરિવારજનોનો અમે ફ્રી સારવાર કરાવી. તેઓ અમને ખૂબ આશીર્વાદ આપે છે. તેમની જ દુઆઓની અસર છે કે એક નાની એવી પાર્ટી પહેલી દિલ્હી જીતી ગઈ, પંજાબ જીતી ગઈ અને હવે ગુજરાત જીતીશું, કારણ કે લોકોનું કામ કરી રહ્યા છીએ.

ખેડૂતોને MSPની ગેરંટી આપી
કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં સરકાર બનતા જ અમે પાંચ પાક પર MSP આપીશું. ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ. આ પાંચ પાક પર અમે તમને MSP આપીશું. જો માર્કેટમાં તમને આ પાકના ઓછા ભાવ મળે તો સરકાર પાસે આવી જજો. સરકાર તમારો પાક ખરીદશે. 12 કલાક વીજળી આપીશું. સિંચાઈની વ્યવસ્થા કરીશું. પંજાબમાં પાક નિષ્ફળ જાય તો પ્રતિ હેક્ટર રૂ.50 હજાર 1 મહિનામાં ખેડૂતના ખાતામાં જમા કરે છે, ગુજરાતમાં પણ આ લાગુ કરીશું. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર આગામી વર્ષે બની રહ્યું છે. દિલ્હીવાળાને અમે મફતમાં અયોધ્યાના દર્શન કરાવીશું. અમે સ્કીમ શરૂ કરી છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો તમને પણ મફતમાં અયોધ્યાના દર્શન કરાવીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT