ગિરનાર રોપ-વે સેવા આજે પણ રહેશે બંધ, આ કારણે લેવાયો નિર્ણય
જૂનાગઢ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે હવે ઠંડી સાથે ભારે પવન પણ ફૂંકાવા લાગ્યો છે. આ સાથે જ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો…
ADVERTISEMENT
જૂનાગઢ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે હવે ઠંડી સાથે ભારે પવન પણ ફૂંકાવા લાગ્યો છે. આ સાથે જ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જૂનાગઢમાં ગઈ કાલથી જ પવનનું જોર હોવાથી ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. લોકોની સલામતીને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ દેવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપનીએ ગિરનાર રોપ-વે હાઇ સ્પીડમાં ચાલે તેવી વ્યવસ્થા કરી છે. રોપ વે ટ્રોલી ઝડપી પવનમાં જોખમમાં હોઈ શકે છે જેને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગઈકાલે રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આજે પણ રોપ વે સેવ બંધ કરી દેવામાં આવી છે. આજે સવારથી ગિરનાર રોપ-વે બંધ રહેતા પરપ્રાંતીયોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો રજાના દિવસોમાં રોપ-વેની યાત્રા માણવા આવ્યા હતા, ભારે પવનના કારણે રોપ-વે ગઈકાલે પણ બંધ રહ્યો હતો અને આજે પણ બંધ રહેશે.
લોકોની સલામતીને જોઈ લેવાયો નિર્ણય
ખરાબ વાતાવરણ ના કારણે રોપવે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહે છે. તેવામાં અચાનક ક્યારેક જો વાતાવરણમાં પલટો આવી જાય તો આ સેવા બંધ કરવી પડે છે. તેવામાં ગિરનાર પર્વત પર પવનની ગતિ પ્રચંડ હોવાથી રોપ વે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની ગઈ હતી. તેવામાં પ્રવાસીઓની સલામતી મુદ્દે આ સેવાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આના કારણે દૂર-દૂરથી અહીં પ્રવાસે આવેલા મુસાફરોમાં આજના દિવસે રોપવે બંધ હોવાથી ભારે નારાજગી જોવા મળી રહી હતી.
ADVERTISEMENT
ભાવિકો મુકાયા મુશ્કેલીમાં
જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા ગિરનાર પર્વત પર રોપ વે સેવ બંધ કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવેલા ભાવિકોને છેલ્લા બે દિવસથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો પ્રવાસીઓના રોપ-વે બુકિંગ હોવા છતાં મુસાફરી નહીં કરી શકે. દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઇ લોકાર્પણ
એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વે પ્રવાસીઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઓનલાઈન બુકિંગ સેવા
જૂનાગઢ રોપવે માટે ઓનલાઈન ટિકીટ બુકીંગની વ્યવસ્થા પણ ચાલુ કરી છે. શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ તેમની ટિકટ QR કોડ સ્કેન કરીને અથવા www.udankhatola.com ઉપર ઓનલાઈન બુક કરાવી શકે છે. આ સુવિધાને કારણે પ્રવાસીઓએ લાંબી લાંબી લાઇનોમાં નહી લાગવું પડે. જૂનાગઢની મુલાકાત અંગે આગોતરૂ આયોજન કરી શકાશે.
અત્યારસુધીમાં 16 લાખ લોકોએ લીધી મુલાકાત
ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓના કારણે સરકાર માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી એટલે કે ઓક્ટોબરથી માર્ચ-2021 માં 3.57 લાખ, વર્ષ 2020-21માં 7.31લાખ અને વર્ષ 2021-22માં 5.50 લાખ લોકોએ રોપ-વેના માધ્યમથી ગિરનારની સફર ખેડી હતી. આમ, ડિસેમ્બર-2022ના અંત સુધીમાં કુલ- 16,39,780 લોકોએ ઉડન ખટોલાનો આનંદ માણ્યો છે.
વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT