યુવતી 12 KM સુધી ગાડી નીચે ઢસડાતી રહી, જાણો ન્યૂ યર પાર્ટી ‘ને દર્દનાક ઘટનાનાં 10 ઘટસ્ફોટો વિશે
દિલ્હીઃ 31 જાન્યુઆરીની રાત્રે, જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલો હતો, ત્યારે રાજધાની દિલ્હીની ગલીઓમાં 20 વર્ષની યુવતી (અંજલિ સિંહ)ને ઢસડીને લઈ જવામાં આવી…
ADVERTISEMENT
દિલ્હીઃ 31 જાન્યુઆરીની રાત્રે, જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલો હતો, ત્યારે રાજધાની દિલ્હીની ગલીઓમાં 20 વર્ષની યુવતી (અંજલિ સિંહ)ને ઢસડીને લઈ જવામાં આવી રહી હતી. ત્યારપછી શખસોએ તેના મૃતદેહને રસ્તા પર જ છોડી દીધો હતો. જોકે આ અંગે માહિતી મળતાં જ પોલીસ પહોંચી તો મૃતદેહ જોઈને ચોંકી ગઈ હતી. તેના શરીર પર કપડા પણ નહોતા. મૃતદેહની હાલત એવી હતી કે હૃદય હચમચી જાય.
પોલીસનો દાવો છે કે 5 કાર સવાર યુવકોએ યુવતીની સ્કૂટીને ટક્કર મારી હતી. ત્યારપછી યુવતીનો મૃતદેહ કારમાં ફસાઈ ગયો હતો. આ કારણે તે ઢસડાતી રહી અને આરોપીને તેના વિશે કોઈ જાણકારી મળી નહીં. જ્યારે આરોપીઓએ કાર આગળ રોકી તો તેઓએ જોયું કે તેમની કારમાં એક મૃતદેહ ફસાયેલો હતો. આ પછી તેઓ મૃતદેહને રસ્તા પર રાખીને જ ભાગી ગયા હતા. પોલીસે આ કેસમાં કાર જપ્ત કરી દીધી છે અને તમામ 5 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ પોલીસની આ થિયરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ તમામ ખુલાસા કર્યાનો દાવો કરી રહી છે પરંતુ સવાલોના જવાબ આપવાનું ટાળી રહી છે.
1. અકસ્માત સમયે અંજલી એકલી નહોતી
પોલીસનો દાવો છે કે સીસીટીવી ફૂટેજના આધારે અંજલીના સાથે તેની મિત્ર પણ હતી. અકસ્માત દરમિયાન અન્ય યુવતીને સામાન્ય ઈજા થઈ હતી અને તે પોતાના ઘરે ગઈ હતી. પરંતુ અંજલિનો પગ કારમાં ફસાઈ ગયો, ત્યારબાદ કારમાં બેઠેલા આરોપીઓ અંજલિને 12 કિમી સુધી ઢસડી ગયા હતા.
ADVERTISEMENT
2- હોટલ મેનેજરે કર્યો ચોંકાવનારો દાવો
જે હોટલમાં અંજલિ પાર્ટીમાં ગઈ હતી તેના મેનેજર અનિલે જણાવ્યું કે અંજલિ અને તેની મિત્ર પાર્ટી માટે પહેલાથી જ પહોંચી ગઈ હતી. આ પછી બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી બંને યુવતીઓને હોટલની બહાર કાઢી મૂકવામાં આવી હતી.
3- અંજલિ સાથે પાર્ટીમાં અન્ય લોકો પણ હાજર હતા, પૂછપરછ યથાવત
પોલીસ અંજલિ સાથે હાજર મિત્ર અને પાર્ટીમાં હાજર અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે અંજલિની મિત્રનું નિવેદન નોંધ્યું છે. આટલું જ નહીં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હોટલ પાસે કેટલાક લોકોની અટકાયત પણ કરાઈ છે.
ADVERTISEMENT
4- મૃતદેહને ચાર નહીં પરંતુ 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો
દિલ્હી પોલીસે આ મામલે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સુલ્તાનપુરીમાં થયેલા અકસ્માત બાદ અંજલિના મૃતદેહને કાંઝાવાલા સુધી 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો. અગાઉ દિલ્હી પોલીસે કહ્યું હતું કે મૃતદેહને માત્ર 4 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
5- આરોપીઓ પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા, મિત્ર પાસે કાર માંગી હતી
આરોપી દીપક ખન્ના અને અમિત ખન્નાએ તેમના મિત્ર આશુતોષ પાસેથી કાર લીધી હતી. આ કારમાં સવાર તમામ 5 આરોપીઓ મુરથલમાં પાર્ટીમાં ગયા હતા. મુરથલથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. બાદમાં અકસ્માત બાદ બંને આશુતોષ સાથે કારમાંથી નીકળી ગયા હતા. બંનેએ આશુતોષને કહ્યું હતું કે બંને દારૂ પીને આવ્યા હતા, ત્યારે કાર સ્કૂટી સાથે અથડાઈ ગઈ હતી. બંને કારમાંથી નીકળી ઘરે ગયા. આ કાર આશુતોષના સાળાની હતી.
6- આરોપીઓએ કર્યા આ મોટા ખુલાસા
આરોપીઓના કહેવા પ્રમાણે, જ્યારે તેઓએ કાંજાવાલા પાસે કાર રોકી તો તેઓએ જોયું કે તેમાં મૃતદેહ ફસાઈ ગયો હતો. આ પછી તેઓ ગભરાઈ ગયા અને લાશને રસ્તા પર મૂકીને ભાગી ગયા હતા.
7- ફોરેન્સિક ટીમ તપાસમાં લાગી
પોલીસે પીડિત પરિવારને ખાતરી આપી છે કે તપાસ ઝડપથી ચાલી રહી છે અને કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં, તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક ટીમને કારની નીચેથી જ લોહીના સેમ્પલ મળ્યા છે.
8- દુષ્કર્મ અંગે શંકા અકબંધ છે
એવી આશંકા છે કે પીડિતા અંજલિ સિંહ પર દુષ્કર્મ આચરાયું હતું. જોકે પોલીસે અત્યારસુધી આ વાતને નકારી કાઢી છે. જોકે, પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. સર્ચ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે કે પીડિતાનું મોત કેવી રીતે થયું? પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
9- આજે પીડિતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે
પીડિતાનું આજે પોસ્ટમોર્ટમ થવાનું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પીડિતાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
10- ગૃહ મંત્રાલયે શાલિની સિંહ પાસેથી રિપોર્ટ માંગ્યો
આ કેસમાં સ્પેશિયલ કમિશનર શાલિની સિંહ આંતરિક તપાસ કરશે. તે તેનો સંપૂર્ણ રિપોર્ટ ગૃહ મંત્રાલયને આપશે.
ADVERTISEMENT