અમદાવાદની યુવતી દહેજ ભૂખ્યા સાસરીયાના ચુંગાલમાં ફસાઈ, કતારથી ભાગીને પરિવાર પાસે પહોંચી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં દહેજના કારણે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ફરી બન્યો છે. જેમાં પ્રેગ્નેટ યુવતી પર વિદેશમાં પતિ અત્યાચાર કરતો હતો. આટલું જ નહીં લગ્નમાં દહેજ ન મળતા મારઝુડ અને ઝઘડા કરતો હતો. જોકે વારંવાર પતિની સતામણીથી પરેશાન મહિલાએ આખરે અમદાવાદ પહોંચીને સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

માઉન્ટ આબુમાં રહેતા યુવક સાથે યુવતીના લગ્ન થયા હતા
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદની યુવતીના માઉન્ટ આબુ ખાતે રહેતા ડેમીયન નામના યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. જોકે સગાઈ બાદ યુવક અને યુવતી વચ્ચે સંબંધ બંધાતા તે પ્રેગ્નેટ થઈ હતી. તે નોકરી કરતી હોઈ બાળક રાખવા નહોતી માગતી, પરંતુ યુવકે ધમકી આપી કે જો તે બાળક નહીં રાખે તો તેની સાથે લગ્ન નહીં કરે. આથી તેણે વાત માની અને 29 ઓગસ્ટ 2022ના રોજ બંનેએ ચર્ચમાં લગ્ન કરી લીધા. જોકે લગ્ન બાદ સાસરીમાંથી સતત યુવતીને દહેજ ન મળ્યું હોવાના કારણે સાસરીયાના મેટાં-ટોણાં સાંભળવા પડતા હતા. આથી યુવતીના પરિવારે સોનાની ચેઈન, પેન્ડલ અને પૈસાનું કવર આપતા પતિનો ગુસ્સો શાંત થયો હતો.

કતારમાં પ્રેગ્નેટ પત્નીને સાસરીયા આપતા માનસિક ત્રાસ
આ બાદ ડેમીયન કતાર જતો રહ્યો અને થોડા સમય બાદ યુવતી પણ કતાર જવા નીકળી. દિલ્હી એરપોર્ટ પહોંચતા જ ડેમીયને તેને ફોન કરીને ત્યાં ન આવવા માટે કહ્યું, જોકે તે ફ્લાઈટમાં બેસી ગઈ હોવાથી પાછી જઈ શકે તેમ નહોતી. જેમ તેમ કરીને યુવતી ત્યાં પહોંચી પરંતુ પતિએ એરપોર્ટ પર આવી તેની સાથે ઝઘડો કર્યો. બાદમાં તેને ઘરે લઈ જઈને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. થોડા સમય બાદ તેની સાસુ પણ કતાર પહોંચી જે દીકરાના પૈસા જોઈને તેની સાથે લગ્ન કર્યા હોવાના ટોણા મારતી હતી.

ADVERTISEMENT

વિદેશથી ભાગીને અમદાવાદ આવી યુવતી
યુવતી પિતા સાથે વાત કરતા જોઈને શંકામાં પતિએ ફોન તોડી નાખ્યો અને કોઈની સાથે વાત પણ નહોતા કરવા દેતા. બાદમાં તેના પિતાને ફોન કરીને લઈ જવા કહ્યું, જેથી પિતાએ ટિકિટ બુક કરાવીને યુવતીને અમદાવાદ બોલાવી. યુવતી અમદાવાદ પહોંચતા જ પતિએ ફોન કરીને ધમકી આપી કે દોહાવાળી વાત મારા પપ્પાને કરી તો તારા પિતાનો અકસ્માત કરાવી દઈશ, તારા ભાઈનું ફ્યુચર બગાડી દઈશ. જેથી ગભરાયેલી યુવતીએ પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT