યુવતીને બળજબરીથી કિસ કરીને લાજ લૂંટવાનો પ્રયાસ યુવકને ભારે પડ્યો, એવું બચકું ભર્યું કે હોઠ છૂટો થઈ ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં યુવતીની લાજ લૂંટવાનો પ્રયાસ કરવાનું એક યુવકને ભારે પડી ગયું. રેપનો પ્રયાસ કરતા આરોપીના હોઠ પર બચકું ભરીને યુવતીએ અલગ કરી નાખ્યા. હાલમાં ઘાયલ થયેલા આરોપી યુવકને હોસ્પિટલમાં એડમિડ કરવામાં આવ્યો છે. સાથે જ પીડિતાની ફરિયાદ પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

ખેતરમાં એકલી યુવતી જોઈને યુવકે દાનત બગાડી
વિગતો મુજબ, શનિવારે અજોંતાના જંગલમાં બપોરે એક યુવતી ખેતરમાં કામ કરતી હતી. યુવતીને એકલી જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા યુવકે અશ્લિલ હરકતો શરૂ કરી દીધી. યુવકે જબરજસ્તી યુવતીને કિસ કરવાનો પ્રયાસ કર્યો. જોકે બહાદુર યુવતીએ સાહસ બતાવતા યુવકના હોઠ પર એવું બચકું ભર્યું કે તે અલગ થઈ ગયો અને આરોપી પર જ તે તૂટી પડી.

લોહી લુહાણ હાલતમાં બુમા પાડવા લાગ્યો યુવક
હોઠ કપાઈ જતા યુવક લોહી લુહાણ થઈ ગયો અને પીડામાં બૂમો પાડવા લાગ્યો. બીજી તરફ યુવતીએ પણ બુમો પાડી જેથી આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા. લોકોએ આરોપીએ યુવકને પકડીને પોલીસને જાણ કરી દીધી. માહિતી મળતા જ સ્થળ પર પહોંચેલી પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો. તેના હોઠનો ટુકડો પણ ત્યાં જ પડ્યો હતો. પોલીસે તેને પેકેટમાંસીલ કરીને આરોપીને નજીકની હોસ્પિટલમાં મોકલી દીધો, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

ADVERTISEMENT

પોલીસે યુવકની ધરપકડ કરી
ઘટના પર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સંજય શર્માએ કહ્યું કે, છોકરી પોતાના ખેતરમાં કામ કરી રહી હતી. તે સુમસાન જગ્યા હતી. યુવક ત્યાંથી ચાલતા જઈ રહ્યો હતો અને છોકરી પાસે જઈને અશ્લીલ હરકતો શરૂ કરી દીધી. યુવકે છોકરીને કિસ કરવાનો પ્રયાસ કર્યો. પલટવારમાં છોકરીએ પોતાના દાંતથી તેના હોઠ પર બચકું ભરી લીધું. પીડિતાની ફરિયાદ પર અમે FIR નોંધી લીધી અને યુવકની ધરપકડ કરી છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT