ગીરમાં સિંહ દર્શન આજથી થયું શરૂ, દિવાળી વેકેશનના કારણે જંગલ સફારીનું બૂકિંગ ફૂલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ ગુજરાત સિંહોનું રાજ્ય પણ ગણાય છે. તેવામાં એશિયાટિક લાયનને જોવા માટે ગીરમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધતી રહે છે. તેવામાં હવે 4 મહિના સુધી સિંહોએ મસ્ત રજાઓ ભોગવી હતી. હવે આજે રવિવારથી એટલે 16 ઓક્ટોબરે પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્યને ખુલ્લુ મુકાયું છે. જોકે તમને જણાવી દઈએ કે દિવાળી વેકેશન હોવાના કારણે પ્રવાસીઓ દ્વારા ઓનલાઈન બુકિંગ કરાયું હતું. જેના અત્યારસુધીના તમામ સ્લોટ ફુલ થઈ ગયા છે. જો ગત જૂનની વાત કરીએ તો રિપોર્ટ્સ પ્રમાણે અવલોકનમાં 674 સિંહ હોવાની માહિતી બહાર આવી હતી.

સિંહોનું વેકેશન પુરૂ, પ્રવાસીઓનું વનવિભાગ કરશે ખાસ સ્વાગત
ઉલ્લેખનીય છે કે સિંહોને ચાર મહિનાનું વેકેશન એટલે આપવામાં આવે છે કે ચોમાસાની સિઝનમાં તેઓ વધારે મેટિંગ કરતા હોય છે. આના કારણે પ્રવાસીઓ માટે આ સ્થળ બંધ રખાય છે. જોકે હવે સિંહોનું વેકેશન પૂરૂ થયા પછી બાળકોનું દિવાળી વેકેશન શરૂ થઈ જવા આવ્યું છે. તેવામાં આજે 16 ઓક્ટોબર રવિવારે પ્રવાસીઓ માટે અભ્યારણ્ય ખુલ્લુ મુકી દેવાયું છે. જ્યારે વનવિભાગ પણ પ્રવાસીઓનું મોઢુ મીઠુ કરાવીને લોકોનું સ્વાગત કરશે.

ADVERTISEMENT

પહેલા દિવસે બુકિંગ ફૂલ
ગીર વન્યપ્રાણી અભ્યારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષે બાળ સિંહોની સંખ્યા પણ વધારે જોવા મળી શકે છે. જોકે લોકો પણ કાગડોળે આ ક્ષણની રાહ જોઈને બેઠા હતા અને જેને લઈને 16 તારીખ પહેલા જ પ્રવાસીઓ દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી લેવાયું હતું. જેથી આ દિવસનો સ્લોગ પહેલાથી જ ફૂલ થઈ ગયો હતો.

  • સિંહ દર્શન માટે પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરી શકે છે. જેની વેબસાઈટ https://girlion.gujarat.gov.in/ પરથી પરમીટ બુક થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT