ઘેલા સોમનાથમાં હવે મહાદેવનો જળાભિષેક કરવા હવે 351 રૂ. ચૂકવવા પડશે, નિર્ણય બાદ ભક્તોમાં રોષ
રાજકોટ: રાજકોટના જસદણમાં આવેલા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવના જળાભિષેક માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ વિવાદિત નિર્ણય સામે ભક્તોમાં ભારે રોષ જોવા મળી…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટના જસદણમાં આવેલા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવના જળાભિષેક માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ વિવાદિત નિર્ણય સામે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં જ એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં જળાભિષેક માટે 351 રૂપિયા ચૂકવવા પડશે. આ બોર્ડની નીચે જસદણના નાયબ કલેક્ટરના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
મંદિર પરિસરમાં બોર્ડ મૂકીને જાણકારી અપાઈ
મંદિરના પરિસરમાં લાગેલા આ બોર્ડમાં ખાસ સૂચના આપતા લખવામાં આવ્યું છે કે, ઘેલા સોમનાથ મંદિરે દર્શન કરવા પધારતા શિવભક્તોને નમ્ર વિનંતી છે કે જો તમે જળ અભિષેકનો લાભ લેવા ઈચ્છતા હોય તો રૂ.351ની પાવતી કાર્યાલયમાંથી મેળવી પુજારીને આપવા વિનંતી. ઉપાધ્યક્ષ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને નાયબ કલેક્ટર, જસદણ. આ નિર્ણયની સામે હાલ તો લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
નાયબ કલેક્ટરે શું કારણ ધર્યું?
જોકે આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં નાયબ કલેક્ટરે કહ્યું હતું કે, ‘જળાભિષેક માટેનો ચાર્જ સૌ કોઈને પોસાઈ શકે કેમ છે. વેરાવળ સોમનાથ ખાતે પણ પૂજન વિધિ કરાવવા બાબતે અગાઉથી ચાર્જ લેવામાં આવી રહ્યો છે. ઘેલા સોમનાથમાં જે ચાર્જ લેવાનું શરૂ કર્યું છે, તેનાથી મંદિરના વિકાસ કાર્યમાં થનારા ખર્ચમાં મદદ મળી શકશે.’ ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં રાજકીય નેતાઓ અથવા સરકાર આ મામલે હસ્તક્ષેપ કરીને કોઈ નિર્ણય લેશે કે પછી આ નિર્ણય યથાવત રહેશે.
ADVERTISEMENT