લ્યો બોલો! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભવનના વડાએ કવિતા લખી અને મળી ગઈ નોટિસ
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ જાણે બંનેને ભવે ભવણો સબંધ છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગુજરાતી ભવનના વડાએ કવિતા…
ADVERTISEMENT
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ જાણે બંનેને ભવે ભવણો સબંધ છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગુજરાતી ભવનના વડાએ કવિતા લખી અને કવિતાની ગુંજ એવી ગુંજીકે કવિતા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ કવિ મનોજ જોષીને નોટીસ ફટકારી છે. મનોજ જોશીએ લખેલ કવિતામાં કૌભાંડનો કટાક્ષ હતો.
કૌભાંડ મામલે ગુજરાતી ભવનના વડાએ લખેલી કટાક્ષ કરતી કવિતા ગુંજી છે. ગુજરાતી ભવન વડાએ કવિતા લખી છે કે, રોજ રોજ કૌભાંડ આવે. બોલ ભાઈ ભજીયા શે ભાવે. આ કવિતા બહાર આવતા જ ચકચાર મચી જવા પામી છે. મહત્વનું છે કે હવે આ કટાક્ષ કવિતા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ કવિ મનોજ જોષીને નોટીસ ફટકારી છે. મહત્વનું છે કે, રાજકોટ આત્મીય યુનિવર્સીટીના ભૂતિયા ખાતા કૌભાંડમાં ત્યાગવલ્લભ સ્વામી સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગણિતશાસ્ત્ર વિભાગના વડા અને આઈ.ક્યુ.એ.સીના ડાયરેક્ટર સમીર વૈદ્યનું નામ પણ બહાર આવ્યું છે. ત્યારે વિવાદ સાથે જાણે જૂનો સબંધ હોય તેમ એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે.
જાણો શું છે કવિતામાં
રોજરોજ કૌભાંડ જ આવે,
બોલ ભાઈ ભજીયા શેં ભાવે
કોઈ ફસાયા કેસ મહીં તો કોઈ થયા સસ્પેન્ડ
થયા એટલા કાંડ કે જેનો આવે ના ધી એન્ડ
રાજ્યસભાના સભ્ય થયા નારાજ, કરી ફરિયાદ
ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ
સમીર એટલે હવા અને એ ઉડી ગયો પરદેસ
કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ
ફક્ત નામનો, નથી કામનો ખૂબ કર્યું નુકસાન
કયા શુકનમાં ચાર્જ લીધો તે ચાલુ થઇ ગઈ પડતી
એની નબળી નીતિ અને પટલાઇ સૌને નડતી
બંધ કરાવી કોલેજો એ નાઘેડી કે ધારી
શિક્ષણની કરી દુર્દશા કરતો ભૂંડી કારી
સૌને નડતો, પગમાં પડતો પોતે એક પનોતી
હવે અમારી સંસ્થા ઉદ્ધારકની વાટુ જોતી
મીડિયા, જનતા, છાત્ર આપતા શાપ , શરમ ના આવે?
બધાં મોરચે થયો વિફળ ને તો પણ ભજીયા ભાવે ?
ADVERTISEMENT
ADVERTISEMENT