ભાજપ ચૂંટણીથી ભાગે છે, પાર્ટી દ્વારા ખોટા વાયદાઓ અને બ્લેકમેઈલ કરવાના બાકી છે – ગેનીબેનની ગર્જના
બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગેની બેન ઠાકોરે મોટી ગર્જના કરી છે. તેમણે ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું હતું કે…
ADVERTISEMENT
બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગેની બેન ઠાકોરે મોટી ગર્જના કરી છે. તેમણે ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું હતું કે હિમાચલમાં ચૂંટણી જાહેર થઈ શકે છે પરંતુ અહીંયા કેમ નહીં. કદાચ ભાજપ સરકાર ચૂંટણીથી ભાગી રહી છે અને લોકોને હજુ ખોટા વાયદાઓ કરવાના બાકી હોય એમ લાગી રહ્યું છે. આની સાથે સચિવાલયમાં લાગેલી આગનો મુદ્દો પણ ઉઠ્યો હતો.
ડબલ એન્જિન સરકાર પર સાધ્યુ નિશાન
ગેનીબેન ઠાકોરે કહ્યું કે ડબલ એન્જિનવાળી સરકાર અત્યારે નિષ્ફળ જતી રહી છે. હિમાચલમાં જો ચૂંટણી જાહેર થઈ શકતી હોય તો ગુજરાતની ચૂંટણી પણ જાહેર થવી જોઈએ. પરંતુ અત્યારે ભાજપ ચૂંટણીથી ડરી ગઈ હોય એમ લાગી રહ્યું છે. પાર્ટીનું વાતાવરણ જોતા લાગે છે કે ભાજપના મનમાં હજુ ક્યાંક ભય છે તેથી જ લોકોને ખોટા વાયદાઓ કરવા માટે વધુ સમય લઈ રહી હોય એમ લાગી રહ્યું છે. તેમને જ્યારે લાગશે કે પાર્ટીનું વાતાવરણ સારુ થઈ ગયુ છે અને ગુજરાતમાં કઈક સારુ છે ત્યારે તેઓ ચૂંટણીની જાહેરાત કરશે.
ભ્રષ્ટાચારની ફાઈલો સળગાવી હોવાનો ગૌરવ કરશે સરકાર- ગેનીબેન
ગૌરવ યાત્રા પર ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે ભાજપે ભ્રષ્ટાચારની ફાઈલો સળગાવી હોવાનો ગૌરવ કરશે એમ લાગી રહ્યું છે. સચિવાલયમાં લાગેલી આગમાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે પાર્ટીએ ભ્રષ્ટાચારના દસ્તાવેજો સળગાવ્યા હોય એમ લાગી રહ્યું છે. આની સાથે ગેની બેને વધુમાં કહ્યું કે બનાસકાંઠામાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ કોઈનું અમલીકરણ થયુ હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. કોંગ્રેસના પાંચ માણસોને પણ ભાજપમાં જોડવા માટે સામ,દામ,દંડ અને ભેદની નીતિથી બ્લેકમેલિંગ કરી તજવીજ કરી હતી. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતી સરકાર બનાવશે એની જાહેરાત પણ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT