ગેહલોતનો ભાજપ પર પ્રહાર કહ્યું, BJP એ ટેક્સ નામે લૂંટનો કારોબાર ચલાવ્યો
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં સત્તાનું સિંહાસન મેળવવા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં સત્તાનું સિંહાસન મેળવવા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે ગુજરાતના પ્રવાસે આવેલ અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, રોટલી અને પરોઠા પર જીએસટી ઝીંકનાર ભાજપ સામાન્ય અને મધ્યમ વર્ગનો રોટલો છીનવવાનું પાપ કરી રહી છે.
અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતાં હતું કે, ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જવલંત વિજય જવલંત વિજય મેળવશે. કોંગ્રેસ પક્ષની યાત્રાઓ, કાર્યક્રમોથી ગભરાયેલી ભાજપના કેન્દ્રીયમંત્રી, આગેવાનો સહિતના સીનીયર નેતૃત્વના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ પણ વારંવાર ગુજરાત આવવાની ફરજ પડી રહી છે.
પ્રધાનમંત્રી પ્રચારમાં વ્યસ્ત
પ્રધાનમંત્રીએ દેશ માટે વધુ સમય આપવો જોઈએ તેના બદલે ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે વધુ આપી રહ્યાં છે. મોદીજીની જાહેર સભાઓ સરકારી ખર્ચે કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં વપરાતા અધધ નાણાં એ લોકશાહી માટે ખતરારૂપ છે. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડી રહ્યાં છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં લાગુ કરવામાં આવેલા નિર્ણયો જેવા કે, જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
રાજસ્થાનમાં એકપણ વ્યક્તિનું ઑક્સીજન વગર મૃત્યુ થયું નથી
અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોરોના કાળ દરમ્યાન રાજસ્થાનના સફળ આરોગ્ય મોડલને કારણે રાજસ્થાનમાં એકપણ વ્યક્તિનું ઓક્સિજન વગર મૃત્યુ થયેલ નહીં જ્યારે બીજી બાજુ કોરોના કાળ દરમ્યાન આરોગ્ય વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ભાજપ સરકારે મુખ્યમંત્રી સહિત આખેઆખી સરકાર બદલી દેવાની ફરજ પડી. ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનમાં બ્યુરોક્રશી હાવી થઈ ગઈ છે. સરકારી અધિકારી સુપર સી.એમ. જેમ સરકાર ચલાવી રહ્યાં છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ગુજરાત આઝાદી પહેલાથી મજબુત રાજ્ય હતું પરંતુ 27 વર્ષના ભાજપના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, ધંધારોજગાર વગેરેમાં અન્ય રાજ્યો કરતાં કથળ્યું છે.
જીડીપીમાં ઘટાડો થયો
ભાજપની અણઘડ આર્થિક નીતિઓને કારણે વિશ્વ બેંકે ત્રીજી વખત અંદાજિત જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો, દેશના અર્થતંત્રનો પાયો નબળો પડી રહ્યો છે અને આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે નબળો રૂપિયો અને ફોરેક્સ રિઝર્વમાંથી $100 બિલિયનનો ઘટાડો, ચાલુ ખાતું-રાજકોષીય ખાધ અને વેપાર ખાધ વધારો છે. લોટ-દૂધ જેવી ચીજવસ્તુઓના ભાવમાં આગ લગાવીને કયા ગરીબને ફાયદો થાય છે? કોરોના કાળ દરમ્યાન ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે ગરીબીમાં વધારો થયો. ભાજપની ગરીબ વિરોધી નીતિઓને કારણે 5.6 કરોડ ભારતીયો અત્યંત ગરીબીમાં ડૂબી ગયા. બીજીબાજુ વર્લ્ડ હંગર ઈન્ડેક્સમાં 116 દેશોની યાદીમાં ભારત 101માં નંબર પર છે. શું ગરીબોને બે ટાઈમનું ભોજન આપવાનું તમારું કામ નથી? ભારતમાં 135 કરોડ નાગરિકોમાંથી 80 કરોડ લોકોને મફત અનાજ લેવાની ફરજ કેમ પડી? તે દર્શાવે છે કે, ભાજપના અણઘડ વહિવટ અને નિષ્ફળ નિતીઓનો ભોગ દેશની જનતા બની રહી છે.
ADVERTISEMENT
ટેક્સ નામે લૂંટનો કારોબાર ચલાવ્યો
ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા સાત મહિનામાં ૧૪ વખત સીએનજી ના ભાવ વધારતા ભાજપને રેલો આવતા નજીવો ભાવ ઘટાડવાની ફરજ પડી. મોંઘવારીના એક પછી એક માર આપતી ભાજપે ટેક્સ નામે લૂંટનો કારોબાર ચલાવી રહ્યા છે જનતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ પરનો ટેક્સ માં સતત વધારો થઈ રહ્યો છે રોટલી અને પરોઠા પર જીએસટી ઝીંકનાર ભાજપે સામાન્ય અને મધ્યમ વર્ગનો રોટલો છીનવવાનું પાપ કરી રહી છે સીએનજી માં 50 રૂપિયા પ્રતિ કિલો ના રૂ.90 જેટલો સુધીનો ભાવ વધારો કરીને પાંચ રૂપિયાની રાહત આપીને સામાન્ય જનતા સાથે વિશ્વાસઘાત કરી રહી છે. ગેસ સિલિન્ડરને 414 રૂપિયા મળતો હતો ને 1,060 રૂપિયા કરીને પ્રજાને જીવવું મુશ્કેલ બનાવી દીધું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT