રાજસ્થાનમાં કાળમુખી બસની અડફેટે કારના ફુરચેફુરચા ઉડી ગયા, ઘટનાસ્થળે જ 4 ગુજરાતીના કમકમાટીભર્યા મોત
Accident News: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 ગુજરાતી યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. તો એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે…
ADVERTISEMENT
Accident News: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 ગુજરાતી યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. તો એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ડુંગરપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના ડુંગરપુરના વીંછીવાડા અને શામળાજી વચ્ચે ખાનગી બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર પાંચ યુવકોમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા મૃતદેહને કારમાંથી બહાર કાઢીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.
રોન્ગ સાઈડમાં જતી કાર સાથે ટકરાઈ બસ
વીંછીવાડા પોલીસ સ્ટેશનના અધિકારી મદનલાલ ખટીકે જણાવ્યું કે, ગતરાત્રે ખુજરી નાળા પાસે ગુજરાત પાર્સિંગની કાર રોન્ગ સાઈડમાં જઈ રહી હતી. આ દરમિયાન કાર ખાનગી બસ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું પડીકું વળી ગયું હતું. તો આ અકસ્માતમાં 4 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ પહોચી ગઈ હતી અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
શામળાજીના રહેવાસી હોવાનું આવ્યું સામે
પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય મૃતકો શામળાજીના ગેડ, વેણપૂર, ખારી, પાંડરવાડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો એક ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ વીંછીવાડા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(ઈનપુટ: હિતેશ સુતરીયા)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT