આવતી કાલથી કેજરીવાલ અને ભગવંત માન બે દિવસ ગુજરાતના પ્રવાસે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પોતાની પકડ ગુજરાતમાં મજબૂત કરવા માગે છે. જેને લઇને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત પ્રવાસે આવી છે. ત્યારે ફરી એક વાર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવવાના છે. ચૂંટણીની જાહેરાત પહેલા અરવિંદ કેજરીવાલ વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા માગે છે. જેના પગલે 16 અને 17 ઓક્ટોબરે ફરી ગુજરાત પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસ દરમિયાન 3 સભા સંબોધશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે અને ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઇ શકે છે. ત્યારે દરેક રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા રાજકીય પક્ષો વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17 ઓક્ટોબરના બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે. તેઓ બે દિવસમાં ચાર જનસભાને સંબોધન કરશે. અરવિંદ કેજરીવાલ ભાવનગર , ઊંઝા અને ડીસામાં જાહેરસભા સંબોધશે.

ગુજરાતની ચૂંટણીની જાહેરાત ૨૦ તારીખ બાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને ગુજરાતમાં કેન્દ્રના નેતાઓના પ્રવાસ વધારી દીધા છે. વડાપ્રધાન મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં પીએમ મોદી 19 અને 20 ઓકટોબરના રોજ ગુજરાત આવશે. ત્યારે વડાપધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતણા પ્રવાસે આવી રહ્યા છે.

ADVERTISEMENT

  ગુજરાત  પ્રવાસના કાર્યક્રમો 

  • રવિવારે 12 વાગ્યે ભાવનગર પધારશે જનસભાને સંબોધન કરશે
  • સોમવારે ઊંઝા માં એક જાહેરસભાને સંબોધન કરશે
  • 2 વાગ્યે ડીસામાં જાહેરસભાને સંબોધન કરશે

    follow whatsapp

    ADVERTISEMENT