પતિ ઉઠાવી લાવ્યો તે દીકરાને ઉછેરીને મોટો કર્યો, હવે તેને માતા પાસે જવામાં મદદ કરી રહી છે મહિલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: જન્મતાની સાથે જ અપહરણ કરાયેલા બાળકને આરોપીની પત્ની માતા બનીને ઉછેરી રહી હતી. 6 વર્ષનું આ બાળક જેણે ક્યારેય પોતાની માતા જોઈ નથી તે તેમને જોઈને જ હવે રડવા લાગે છે. બીજી તરફ તેનો ઉછેર કરી રહેલી કિડનેપરની પત્ની મા-દીકરાનો મેળાપ કરાવવા પ્રયાસ કરીને પતિની ભૂલ સુધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તે કોર્ટના આદેશ મુજબ 6 વર્ષના દીકરાને લઈને તેની માતા પાસે જાય છે, પરંતુ બાળકે ક્યારેય તેની જન્મદાતાને જોઈ જ ન હોવાથી તેની સાથે રહેતું નથી.

2017માં પતિ બાળકને હોસ્પિટલથી ઉઠાવી લાવ્યો હતો
કેસની વિગતો મુજબ, વર્ષ 2017માં કમલેશ નામના યુવકે એક સ્વાસ્થ્ય કેન્દ્ર પરથી બાળકનું અપહરણ કર્યું હતું. કમલેશની પત્ની નયનાને કસુવાવડ થઈ જતા તેણે બાળક ચોરી કર્યું હતું. પાછલા મહિને જ કામરેજ પોલીસે આ કેસ ઉકેલ્યો અને બાળક વડોદરા હોવાનું માલુમ પડ્યું. જે બાદ વડોદરાથી બંનેની ધરપકડ કરી કિશનને પ્રોટેક્શન હોમમાં મોકલી દીધો. જોકે માતા-પિતા ગાયબ થઈ જતા ગભરાયેલા કિશન માટે બધું નવું હતું. એવામાં કોર્ટે નયનાને જામીન આપ્યા. સાથે જ કોર્ટે બાળત પોતાના માતા-પિતા સાથે એડજસ્ટ થાય તેવા પ્રયાસ કરવા કહ્યું છે.

માતાને જોઈને શરૂઆતમાં રડતો હતો બાળક
કિશનના માતા સુફિયા પતિ સાથે મુંબઈ રહે છે. તેને સંતાનમાં બે દીકરી છે જે બાદ કિશનનો જન્મ થયો હતો. પરંતુ જન્મ સાથે જ તેનું અપહરણ થઈ ગયું. જોકે બાદમાં તેમને વધુ એક દીકરો થયો. પરંતુ હજુ તેઓ કિશનને ભૂલી શક્યા નથી. નયના પતિની ભૂલને સુધારવા માટે કિશન (નામ બદલ્યું છે)ને તેની માતા સાથે મેળાપ કરાવવા પ્રયાસ કરી રહી છે. નયના પોતે હિન્દુ છે જ્યારે કિશનને જન્મ આપનારી માતા સુફિયા મુસ્લિમ. જોકે શરૂઆતમાં કિશન તેની માતાને જોતા જ રડતો, પરંતુ હવે ધીમે ધીમે તે તેમની પાસે આવતો થયો છે.

ADVERTISEMENT

આમ મુસ્લિમ માતાથી જન્મેલો કિશન નયનાને જ પોતાની માતા માને છે અને અપહરણ કરીને ઉપાડી લાવેલા કમલેશને પોતાના પિતા. ત્યારે જોવાનું રહેશે કે તે પોતાને જન્મ આપનારી માતાને સ્વીકારીને તેમની સાથે રહેવા ટેવાશે કે નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT