BTP ને હારનો સ્વાદ ચાખડવા છોટુ વસાવાના ચેલાઓ મેદાને, જાણો કેમ બદલાયું સમીકરણ
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાતા રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બિટીપીએ ફક્ત ભાજપ અને કોંગ્રેસ…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાતા રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બિટીપીએ ફક્ત ભાજપ અને કોંગ્રેસ સામે જ નથી લડવાનું તેમણે પોતાના સાથીદારો સામે પણ લડવું પડશે. બિટીપીના કદાવર નેતા ડૉ પ્રફુલ વસાવા અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની ચૂક્યા છે.
પ્રફુલ વસાવા ઘણા વર્ષોથી પક્ષ સાથે સંકળાયેલા હતા અને ખાસ કરીને તેઓ છોટુ ભાઈ વસાવા અને મહેશ બસાવા સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. પ્રફુલ વસાવાએ ભીલીસ્તાન ટાઈગર આર્મીની પણ રચના કરી હતી.સ્થાનિક આદિવાસી ઓ કેવડિયા બચાવો આંદોલન સમિતિના માધ્યમથી જોડાયા હતા.તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારના આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડ્યા હતા. જે આજે AAPને પકડી પાડ્યા છે અને તેમને આમ આદમી પાર્ટી દ્વારા નાંદોદ વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીએ રમ્યો મોટો દાવ
BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ ભાઈ વસાવા ડેડિયાપાડા ના ધારાસભ્ય છે. મહેશ વસાવાને જિતાડવામાં ચૈતર વસાવાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.ચૈતર વસાવા લાંબા સમયથી આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓના મુદ્દાઓને લઈ સક્રિય જોવા મળતા હતા. જેમ કે ઈકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હોય કે આદિવાસી નકલી પ્રમાણપત્રનો મુદ્દો તેણે આ અંગે ઘણાં આંદોલનો કર્યા છે. તે છેલ્લા ઘણા સમયથી બિટીપી સાથે જોડાયેલા છે. ચૈતર વસાવાને મહેશ વસાવાનો જમણો હાથ માનવામાં આવતો હતો. ચૂંટણી પહેલા ચૈતર વસાવા બિટીપીનો સાથ છોડી આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાને ઉતારી બિટીપીની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
ADVERTISEMENT
બિટીપીના નેતાઑએ છોડ્યો પક્ષ
ભૂતકાળમાં બિટીપી સાથે હતા તે નેતાઑ પક્ષ છોડી અન્ય પક્ષમાં છે. રાજ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પ્રકાશ દેસાઇએ ભાજપનો હાથ પકડ્યો છે. પણ સૌથી મોટો પડકાર ડેડીયાપાડા ચૈતર વસાવા છે. આજે બિટીપીનું જેડીયુ સાથે ગઠબંધન કર્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં બિટીપીનું આ બીજું ગઠબંધન છે. પહેલા આપ સાથે કર્યું હતું ત્યાર બાદ હવે જેડીયુ સાથે મેદાને જોવા મળશે. નીતિશ કુમાર ચૂંટણી પ્રચારમાં જોવા મળશે
ADVERTISEMENT