પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થયું છે.   યુનાઈટેડ આરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ એમાયલોઇડિસ રોગથી પીડિત હતા.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે.   મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા અને દુબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મુશર્રફ એમાયલોઇડિસ રોગથી પીડિત હતા.

પરવેઝ મુશર્રફનો જન્મ દિલ્હીમાં થયો હતો
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં થયો હતો. 1947 માં ભારતના ભાગલાના થોડા દિવસો પહેલા, તેમના સમગ્ર પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. તેમના પિતા પાકિસ્તાન સરકારમાં કામ કરતા હતા.

ADVERTISEMENT

પરવેઝ મુશર્રફ 1998માં જનરલ બન્યા હતા
વર્ષ 1998માં પરવેઝ મુશર્રફ જનરલ બન્યા હતા. તેઓએ ભારત સામે કારગીલ જેવા યુદ્ધનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ ભારતના બહાદુર સૈનિકોએ તેમની દરેક ચાલને નિષ્ફળ બનાવી દીધી. જનરલ મુશર્રફે તેમની જીવનચરિત્ર ‘ઇન ધ લાઇન ઓફ ફાયર – અ મેમોઇર’માં લખ્યું છે કે તેમણે કારગીલને કબજે કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ નવાઝ શરીફના કારણે તેઓ આમ કરી શક્યા નહીં.

મુશર્રફ પર દેશદ્રોહનો આરોપ હતો
જનરલ મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું, તેમના પર ઉચ્ચ રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને બંધારણને સ્થગિત કરવા બદલ 2019 માં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. બાદમાં તેની ફાંસીની સજા સ્થગિત કરવામાં આવી હતી. 2020 માં, લાહોર હાઈકોર્ટે નવાઝ શરીફ સરકાર દ્વારા મુશર્રફ સામે લેવાયેલા તમામ પગલાંને ગેરબંધારણીય જાહેર કર્યા. જેમાં ઉચ્ચ રાજદ્રોહના આરોપમાં ફરિયાદ દાખલ કરવી અને વિશેષ અદાલતની રચના તેમજ તેની કાર્યવાહીનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

મળી હતી ફાંસીની સજા
પરવેઝ મુશર્રફ એ વ્યક્તિ છે જેને પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આવી સજા સંભળાવી હતી. પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં 3 નવેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનમાં ઈમરજન્સી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 79 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહેતો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT