કોંગ્રેસનો નગારે ઘા, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં તોડ જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં તોડ જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે ચૂંટણી પહેલા મોટો ખેલ પાડ્યો છે. કોળી સમાજના દિગ્ગજનેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી અને કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા તેમના ટેકેદારો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે કોંગ્રેસનો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે.
ભાજપના પૂર્વ નેતા મનુ ચાવડા કોંગ્રેસ માં જોડાયા છે. મનુ ચાવડા ભાજપમાં પ્રદેશ મંત્રી, દક્ષિણ ગુજરાતનાં પ્રભારી અને સરકારના નિગમના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં જોડાયા બાદ મનુ ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હાલની સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અને નાના અને મધ્યમ પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં થયું છે. અને તેવો પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે.
મનુ ચવડાની રાજકીય સફર
નેતાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટી માંથી ભાજપમાં જોડાય છે ત્યારે ભાજપ ના પૂર્વ નેતા મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા હતા. તેના કારણે વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને કોળી વોટ બેંક પર ફાયદો થઈ શકે છે. તેવો 1995માં બોટાદ વિધાનસભા તત્કાલના મહેસૂલ મંત્રી દલસુખ ગોધાણી સામે અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા. ત્યારે એવો નોંધનીય મત લઈ આવ્યા હતા ત્યાર બાદ તેવો ભાજપ માં જોડાયા હતા અને ભાજપ માં પ્રદેશ મંત્રી, દક્ષિણ ગુજરાત ના પ્રભારી અને સરકાર ના નિગમ ના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેવો નિગમ ના ઉપાધ્યક્ષ હતા ત્યારે નિગમ માંથી પગાર કે અન્ય કોઈ ભથ્થા લેતા નહીં અને કોળી સમાજ માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વર્ચવસ્વ ધરાવે છે. તેના કારણે કોંગ્રેસ ને ફાયદો થઈ શકે છે. ત્યારબાદ તેમણે જનચેતના પાર્ટીની સ્થાપન કરી હતી. રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટીની સ્થાપના કરી ત્યારે હવે મનુભાઈ ચાવડા પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. મનુભાઈ SC-ST-OBC (SSO) મહાસંઘના પ્રદેશ પ્રમુખ છે.
ADVERTISEMENT
કોળી સમાજની પ્રભુત્વ વાળી બેઠક પર અસર થશે
કોંગ્રેસના નેતા હિરેન બેંકરે કહ્યું કે, મનુ ચાવડાના કોંગ્રેસમાં જોડવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કોળી સમાજની પ્રભુત્વ વાળી બેઠક પર અસર થશે અને કોંગ્રેસના 125 બેઠકના જીતવાના લક્ષ્યાંકને પાર કરવામાં મદદરૂપ થશે.
ADVERTISEMENT