હવે તો હદ થઈ… જામનગરમાં એસ ટી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ
દર્શન ઠક્કર, જામનગર: એક તરફ સરકાર કડક દારૂબંધીની વાત કરી રહી છે ત્યારે બીજી તરફ સરકારની એસ ટી એ દારૂબંધીની પોલ છતી કરી છે. જામનગર…
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગર: એક તરફ સરકાર કડક દારૂબંધીની વાત કરી રહી છે ત્યારે બીજી તરફ સરકારની એસ ટી એ દારૂબંધીની પોલ છતી કરી છે. જામનગર એસટી ડેપો ખાતે ચેકિંગમાં દરમીયાન ભિલોડા જામનગર રૂટ લખેલ GJ-18-Z-6977 નંબરની બસમાંથી પેસેન્જરો ઉતર્યા બાદ આ બસને ચેક કરવામાં આવતા દારૂનો જથ્થો મળી આવ્યો છે. બસનો ચાલક જ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય જેને લઈને એસટી તંત્રમાં ભારે ચર્ચાનો દોર ચાલ્યો છે.
સરકાર દારૂબંધીની મસમોતી વાતો કરી છે. તો બીજી તરફ રાજ્યમાં અનેક વખત દારૂ ઝડપાઇ રહ્યો છે. ત્યારે હવે એસ. ટી. બસમાંથી દારૂ ઝડપાતા અનેક સવાલો ઉઠયા છે. બસના બેટરી બોક્સ, લગેજ બોક્સ, સહિતની જગ્યાઓમાંથી છુપાવેલ અલગ અલગ 55 બોટલ અંગ્રેજી શરાબની બોટલો મળી આવી વિજીલન્સ વિભાગના આ અધિકારી દ્વારા બસના ડ્રાઈવર દિલીપસિંહ રાઠોડ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
27,500ની કિંમતનો દારૂ ઝડપાયો
જામનગર એસટી બસમાં ચાલક દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની એસટી વિજિલન્સની ટીમને બાતમી મળી હતી. જેને આધારે ગઈકાલે રાત્રે એસ.ટી.વીજલેન્સની ટીમ દ્વારા ભિલોડા જામનગર રૂટ લખેલ GJ-18-Z-6977 નંબરની બસમાંથી પેસેન્જરો ઉતર્યા બાદ આ બસને ચેક કરવામાં આવતા બસના બેટરી બોક્સ, લગેજ બોક્સ, સહિતની જગ્યાઓમાંથી છુપાવેલ અલગ અલગ 55 બોટલ અંગ્રેજી શરાબની બોટલો મળી આવી હતી. એસ.ટી. વિજિલન્સ અવ્વલ સુરક્ષા નીરીક્ષક પંકજભાઇ વીઠલ્લભાઇ માકડીયા પટેલની ટીમે ચેકીંગ કરતા બસ ચાલક દીલીપસીંહ હીમતસિંહ રાઠોડ રહે- ગામ રાયસંગ પુર તા- હીમતનગર જી-સાબરકાંઠા વાળાના કબજામાંથી પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની સીલ બંધ બોટલ નંગ-૫૫ મળી આવી હતી. જેને લઈને વિજિલન્સની ટીમે રૂપિયા 27,500ની કિંમતનો દારૂ કબ્જે કરી ચાલક સામે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. એસટી બસનો ચાલક જ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય જેને લઈને એસટી તંત્રમાં ભારે ચર્ચાનો દોર ચાલ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT