મુન્દ્રા પોર્ટ પરથી 17 કરોડની વિદેશી સિગારેટ જપ્ત, DRIની મોટી કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે સિગારેટ/ઈ-સિગારેટ પકડાઈ રહી છે. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 11મી ઑક્ટોબરે મુન્દ્રા બંદરેથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું છે. ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે .

17 કરોડની વિદેશી બ્રાન્ડેડ સિગારેટ જપ્ત કરાઈ
DRI અમદાવાદના અધિકારીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા મુંદ્રા સી પોર્ટ પરથી ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે, કન્ટેનરની ઓળખ કરી અને ટ્રેક કરવામાં આવ્યો હતો. 11 ઓકટોબરના રોજ કન્ટેનરની તપાસમાં “માન્ચેસ્ટર” બ્રાન્ડની વિદેશી બ્રાન્ડની સિગારેટના 850 બોક્સ મળી આવ્યા હતા. દરેક બોક્સમાં લગભગ 10 હજાર સિગારેટ ભરેલી હતી. તદનુસાર, રૂ. 17 કરોડની કિંમતની કુલ 85,50,000 વિદેશી બ્રાન્ડેડ સિગારેટ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ હજી ચાલુ છે.

DRI અમદાવાદ દ્વારા ચોથી મોટી કાર્યવાહી
ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે. કુલ કરવામાં આવેલ કાર્યવાહીની કુલ કિંમત 100 કરોડ રૂપિયાને વટાવી ચૂકી છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની ઝડપવામાં આવી હતી. આ તમામ કાર્યવાહી દેશમાં સિગારેટની દાણચોરીને રોકવા માટે DRIની કામગીરીનો એક ભાગ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT