સતત બીજા દિવસે પશુઓના મોતની ઘટના આવી સામે, નર્મદા જિલ્લામાં પપૈયા ખાધા બાદ પાચ પશુઓના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: જિલ્લાના વાવડી ગામમાં એક સાથે પાંચ  પશુના મોત થતાં અરેરાતિ વ્યાપી છે. પશુપાલક પોતાના પશુને ચરાવવા જતી વેળાએ પશુઓએ રસ્તામાં રસ્તામાં પડેલા પપૈયા ખાધા બાદ પાચ પશુઓના મોત થયા હતા. આ મામલે રાજપીપળા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામમાં રહેતા કંકુબેન ઈનેશભાઈ વસાવા નાઓ તેમના વાવડી ગામની સીમમાં આવેલ ખેતરો બાજુ ઢોર ચરાવવા માટે ગયેલ ત્યારબાદ ઢોરોને પાણી પીવડાવી પોતાના ઘરે આવેલા ત્યાં ઢોરો ને બાંધતી વખતે તેમની બે દુધાળી ગાયો તથા બે વાછરડા તથા એક બકરીએ પાણી પીવડાવવા જતી વખતે રસ્તામાં પડેલા પપૈયા ખાધા હોય જેથી બે ગાયો અને બે વાછરડા તથા એક બકરીના મોઢા માંથી ફીણ નીકળ્યા બાદ થોડી જ વારમાં ત્યાં આ પાંચેય પશુઓનું મોત થયું હતું. આ મામલે રાજપીપળા પોલીસે આ તપાસ હાથ ધરી છે.

સતત બીજા દિવસે પશુઓના મોતની ઘટના ઘટી
રાજ્યમાં બીજા દિવસે પશુના મોતની ઘટના સામે આવી છે. ગઈ કાલે પાલનપુર તાલુકામાં  એક સાથે 21 ગાયો ખોરાકી ઝેર અસર થી મોત થયા હતા. આ સાથે જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અરેરાટી વ્યાપી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં વાધણા ગામમાં પશુઓએ ઝેરી ઘાસચારો આરોગતા  21 ગાય મોતને ભેટી હતી. ગાયોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેના કારણે ટપોટપ 30 જેટલી ગાયો વારાફરતી બીમાર પડવા લાગી હતી જેમાંથી 21 જેટલી ગાયના મૃત્યુ થયું થયું હતું. ત્યારે આજે નર્મદા જિલ્લામાં એક સાથે પંચ પશુના મોતથી પશુ પાલન વ્યવસાય પર નભતા પરિવાર પર આફત આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT