IPLના ઈતિહાસમાં પહેલીવાર થયો આ નિયમનો ઉપયોગ, ચાલુ મેચમાં ઈશાન કિશન થયો હતો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈપણ રીતે સારી નહોતી રહી. એક તરફ ગુજરાત ટાઈટન્સ તરફથી મળેલી હાર બાદ મુંબઈનું છઠ્ઠી વખત IPL ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું છે. તો ટીમના ઘણા ખેલાડીઓ આ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા. જેમાં સૌથી ગંભીર ઈજા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને થઈ હતી.

ગુજરાતની બેટિંગ વખતે 16મી ઓવરમાં ક્રિસ જોર્ડન પોતાની ઓવર પૂરી કર્યા બાદ કેપ પહેરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી નીકળી રહેલા ઈશાન કિશનની આંખ પર જોર્ડનની કોણી વાગે છે. જે બાદ ઈશાન થોડીવાર મેદાન પર જ બેસી જાય છે. બાદમાં મેદાન પર ફિઝિયો આવે છે અને તેને ચેક કરે છે. જોકે બધું ઠીક ન લાગતા તે કિશનને મેદાનની બહાર લઈ જાય છે.

ADVERTISEMENT

IPLના ઈતિહાસમાં પ્રથમ વખત કનક્શન સબ્સ્ટીટ્યૂના નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઈશાન કિશનની જગ્યાએ વિષ્ણુ વિનોદને રમવાની તક મળી હતી. ફિલ્ડીંગ બાદ બેટિંગમાં પણ વિષ્ણુ વિનોદ આવ્યો હતો, જોકે તે કંઈ ખાસ રન બનાવી શક્યો નહોતો. IPLમાં કનક્શન સબ્સ્ટીટ્યૂનો નિયમ 2020માં આવ્યો હતો, પરંતુ આ વર્ષે આ નિયમનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મેચ પૂરી થયા પછી, ઇશાન કિશન ચોક્કસપણે મેદાન પર બાકીના ખેલાડીઓ સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો, પરંતુ હજુ સુધી તેની ઇજા અંગે કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, કિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય ટીમનો ભાગ છે. જો તેની ઈજા ગંભીર હોવાનું જાણવા મળે છે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ વધી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાશે. આ શાનદાર મેચ માટે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પણ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. બાકીના ખેલાડીઓ આઈપીએલ ફાઈનલ બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT