Kheda News: લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ બસમાં જાનૈયાઓની લથડી તબિયત, દુલ્હન સહિત 45 લોકોને ખસેડાયા હોસ્પિટલમાં

ADVERTISEMENT

જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ
જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

બસની અંદર સવાર જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ

point

અમદાવાદથી રાજપીપળા પરત જઈ રહ્યા હતા જાનૈયાઓ

point

નડિયાદ ટોલ પાસે ઝાડા-ઉલટી થવા લાગી

Kheda News: અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ રાજપીપળા પરત જતી વખતે નડિયાદ નજીક બસની અંદર સવાર જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું  હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક સાથે 45 જેટલા જાનૈયાઓને ઝાડા ઉલ્ટી અને પેટમાં દુખાવો થતા તેઓને તાત્કાલિક નડિયાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માત્ર જાનૈયાઓને જ નહીં પણ નવવધૂને ફૂડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તમામ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

અચાનક લથડી જાનૈયાઓની તબિયત

મળતી માહિતી અનુસાર, રાજપીપળાથી અમદાવાદ જાન આવી હતી, મોડી રાત્રે લગ્નની વિદાય બાદ જાનૈયાઓ રાજપીપળા પરત જઈ રહ્યા હતા આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ટોલ પાસે અચાનક જ જાનૈયાઓને ઝાડા-ઉલટી થવા લાગી હતી. બસમાં સવાર મોટાભાગના લોકોને આ સમસ્યાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 

45 જાનૈયાઓને ખસેડાયા હોસ્પિટલમાં

આશરે 45 જેટલા જાનૈયાઓને ઝાડા ઉલ્ટી અને પેટમાં દુખાવો થતા તબિયત બગડી હતી. જેથીલ ક્ઝરી બસમાં ગંભીર હાલત વાળા દર્દીઓને 108 દ્વારા તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બીજા દર્દીઓને લક્ઝરી બસ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ એક સાથે 45 જેટલા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ADVERTISEMENT

દુલ્હનની પણ લથડી તબિયત

એટલું જ નહીં  આ ઘટનામાં કન્યાની તબિયત પણ અત્યંત ખરાબ થઈ હતી, જેથી વરરાજાની ગાડી ઘરે જવાને બદલે સીધી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. દુલ્હનની તબિયત બગડતાં તેને પણ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તો કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

(ઈનપુટઃ હેતાલી મહેતા, ખેડા)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT