રખડતા પશુઓ મામલે મનપા કમિશ્નરના જાહેરનામાના લીરે લીરા ઉડ્યા, ઘાસચારાની લારીઓ યથાવત
નીતિન ગોહિલ, ભાવનગર: શહેરમાં રખડતા પશુનો ત્રાસ યથાવત રહ્યો છે. આ દરમિયાન કાલે 29 વર્ષીય યુવાનનું રખડતા પશુનિ અડફેટે આવી જતાં મોત થયું છે. ત્યારે …
ADVERTISEMENT
નીતિન ગોહિલ, ભાવનગર: શહેરમાં રખડતા પશુનો ત્રાસ યથાવત રહ્યો છે. આ દરમિયાન કાલે 29 વર્ષીય યુવાનનું રખડતા પશુનિ અડફેટે આવી જતાં મોત થયું છે. ત્યારે ભાવનગરમાં ગઈકાલે એક યુવક નું રખડતા ઢોરથી મોત નિપજતા મનપાનું તંત્ર સફાળું જગ્યું છે. કમિશ્નરે ગઈકાલે રસ્તા ઉપર ઢોર છુટા નહીં મુકવા તેમજ ઘાસચારો જાહેરમાં વહેંચવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ઘાસચારાની લારીઓમાંથી ઘાસ વહેંચનારા પણ યથાવત જોવા મળ્યા છે.
એક તારા રખડતા પશુઓ હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. બીજી તરફ પશુઓને જાહેરમાં ઘાસચારો નાખવાથી અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે રખડતા પશુઓના કારણે યુવકે જીવ ગુમાવ્યો છે. જેને લઈ તંત્રએ રસ્તા ઉપર ઢોર છુટા નહીં મુકવા તેમજ ઘાસચારો જાહેરમાં વહેંચવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ભાવનગરમાં રખડતા ઢોર મુદ્દે મનપા કમિશ્નરએ બહાર પાડેલ જાહેરનામાના લીરે લીરા ઉડયા છે.
શહેરમાં કાળીયાબીડ, રૂપાણી સર્કલ, ક્રેસન્ટ ચોક, ભગવતી સર્કલ, સુભાષનગર રોડ ઉપર પશુઓ જોવા મળ્યા છે. ઘાસચારાની લારીઓમાંથી ઘાસ વહેંચનારા પણ યથાવત જોવા મળ્યા છે.
ADVERTISEMENT
મહેસાણાના યુવાનનું મોત
ભાવનગર શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરના કારણે યુવાનો ભોગ લેવાયો છે. ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાસે રખડતા ઢરે યુવાનને હડફેટે લેતા મોત થયું છે. યુવાન પોતાની બાઇક લઈ જતો હતો એ દરમ્યાન રખડતા ઢોરે અડફેટે લેતા યુવકનું મૃત્યુ થયું છે.
29 વર્ષીય રવિભાઈ અમૃતભાઈ પટેલ નામના યુવાનનું રખડતા ઢોરે હડફેટે લેતા મૃત્યુ થયું છે. રવિ પટેલ મહેસાણાનો રહેવાસી અને હાલ ભાવનગરના કળિયાબીડ વિસ્તાર માં રહેતો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હજુ રખડતાં ઢોર કેટલનો ભોગ લેશે તે જોવાનું રહ્યું અને તંત્ર કઈ પગલાં લેશે કે હતા તે જ સ્થિતિમાં રહેશે?
ADVERTISEMENT
ADVERTISEMENT