બનાસકાંઠાનો પ્રથમ કિસ્સો, પોલીસના લોક દરબારમાં મહિલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠા: રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ઉછીના પૈસા આપીને માસિક 10 ટકા સુધી વ્યાજ ઉઘરાવતા વ્યાજખોરો સામે લોકોને જાગૃત…
ADVERTISEMENT
બનાસકાંઠા: રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ઉછીના પૈસા આપીને માસિક 10 ટકા સુધી વ્યાજ ઉઘરાવતા વ્યાજખોરો સામે લોકોને જાગૃત કરીને ફરિયાદ કરવા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં મહિલા વ્યાજખોરનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે મહિલા વ્યાજખોરના ત્રાસથી કંટાળીને પોલીસને ફરિયાદ કરી છે. મહિલા સામે વ્યાજખોરીનો બનાસકાંઠામાં સંભવત: આ પ્રથમ કિસ્સો સામે આવી રહ્યો છે.
આ પણ વાંચો: આશ્ચર્ય! આણંદ પોલીસે 126 મોબાઈલ શોધ્યા પણ આરોપી એકેય ન પકડાયો ?
યુવક દોઢ વર્ષથી વ્યાજ ભરતો હતો
અંબાજીમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોને સામે આવીને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવા માટે કહેવાયું હતું. જેમાં ભરત વણઝારા નામના યુવકે ખેડબ્રહ્માની મહિલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. યુવકનો આક્ષેપ છે કે, મહિલા વ્યાજખોરે 2 લાખ સામે 1.77 લાખ રૂપિયા વસૂલ કર્યા. છતાં ચેક રિટર્ન કરવાની ધમકી આપીને વધારે વ્યાજ માગે છે. ભરતે પોલીસને જણાવ્યું કે, 2 લાખ સામે 1.5 વર્ષથી મહિને 10-10 હજાર વ્યાજ ભરું છું, હવે મહિને 5 હજાર ભરું છું તો પણ કે વ્યાજ આપો.
ADVERTISEMENT
માસિક 5 ટકાના ઊંચા વ્યાજે પૈસા આપ્યા
ભરત વણઝારાનો આરોપ છે કે, મહિલા અવારનવાર તેમના ઘરે આવતી અને ધમકી આપે છે. ભરતે માસિક 5 ટકાના ઊંચા વ્યાજે મજબૂરીમાં મહિલા પાસેથી 2 લાખ વ્યાજે લીધા હતા. જોકે મહિલા વ્યાજખોરથી કંટાળીને યુવકે પોલીસને ફરિયાદ કરી છે. હાલમાં અંબાજી પોલીસ દ્વારા આ મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જોકે હજુ તેની ઘરપકડ બાકી છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત)
ADVERTISEMENT
ADVERTISEMENT