પાનોલી GIDC કંપનીમાં આગ કાબૂમાં આવી, સ્થિતિ કાબૂમાં આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરૂચ: પાનોલી જીઆઈડીસીમાં ઘણી વખત એવા બનાવો બની ચુક્યા છે કે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હોય. હાલમાં જ પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભરૂચની પાનોલી જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આના કારણે લોકોને આંખમાં બળતરા થયા અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાનું પણ સામે આવ્યું હતું. નોંધનીય છે કે કાલે સાંજે જે પ્રમાણે આગ લાગી હતી તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મોડી રાત સુધી આના પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતા. વિગતો પ્રમાણે ત્યારે મોડીરાત પછી ગેસ લિકેજ સહિતની મુશ્કેલીઓ પર કંટ્રોલ કરાયો હતો.

આ પણ વાંચો… જો આ બિલ્ડિંગમાં મકાન હશે તો પાણી,ગટર અને વીજળી બધું કપાશે જાણો કેમ…

તંત્ર સંપૂર્ણરીતે સજ્જ…
પાનોલી જીઆઈડીસીમાં આગ લાગી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. અહીં લોકોને આંખોમાં બળતરા અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઘટના પર નજર કરીએ તો ધુમાડાના ગોટા ઉડવા લાગ્યા હતા. જો સ્થિતિ વધુ કાબૂમાં ન આવી હોત તો લોકોને સ્થળાંતર કરવાની તૈયારીઓ પણ કરાઈ હતી. જોકે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે મોડીરાત પછી અહીંની સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. વિગતો પ્રમાણે 3 કલાક સુધી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી હતી. આ દરમિયાન ઘણા દર્દીઓના ઓક્સિજન લેવલ ઘટી જતા તાત્કાલિક સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરે એની પહેલા કાબૂમાં આવી ગઈ હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ

આંખોમાં બળતરા અને શ્વાસની તકલીફ
ભરૂચ પાનોલી જીઆઈડીસીમાં એક આગની ઘટના બની છે. અહીં આવેલી એક ફાર્મા કેમીકલ કંપનીમાં આગની ઘટના બની હોવાની વિગતો મળી રહી છે. જોકે આ આગને કારણે વિવિધ વિસ્તારોમાં ધૂમાડાના ગોટેગોટા વળી ગયા છે. જેના કારણે બે ગામના લોકોને અસર પહોંચી રહી છે. સ્થાનીક લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થયાની વિગતો મળી રહી છે.

ADVERTISEMENT

આગના ધૂમાડાથી બે ગામ પ્રભાવીત થયાની જાણકારી મળતા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવ્યું હતું. સાથે જ તંત્ર દ્વારા જરૂર પડે લોકોનું સ્થળાંતરની તૈયારીઓ પણ કરવાની તૈયારી પણ છે. ઉપરાંત આરોગ્ય તંત્રએ પણ આનુંસાંગિક તૈયારીઓ કરી લીધી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…

With Input: દિગ્વિજય પાઠક

    follow whatsapp

    ADVERTISEMENT